Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

RBIના નવા નિયમોથી બંધ થઇ શકે છે દેશના ૫૦% ATM

દેશમાં એકવાર ફરીથી નોટબંધી જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે

નવી દિલ્હી તા. ૮ : આરબીઆઈના નવા રુલ્સ એટીએમ ચલાવનારી કંપનીઓ માટે સમસ્યા બની ગયા છે. એટીએમ ચલાવવાનો ખર્ચ વધવા અને આરબીઆઈના નવા નિયમોના કારણે એટીએમ ચલાવવામાં કંપનીઓનું કોઈ માર્જિન નથી વધી રહ્યું. આ સ્થિતીથી ઉભરવા માટે કંપનીઓએ સરકાર અને ભારતીય રિઝર્વ બેંક એટીએમથી લેણદેણ પર થતા ખર્ચને વધારવાની ભલામણ કરી છે. કંપનીઓનો દાવો છે કે જો આ ચાર્જ ન વધારવામાં આવ્યો તો ૧ માર્ચથી દેશભરમાં અડધાથી વધારે એટીએમ તેમને બંધ કરવા પડશે. આનાથી દેશમાં એકવાર ફરીથી નોટબંધી જેવી સ્થિતી ઉભી થઈ શકે છે.

આરબીઆઈએ એટીએમમાં લાગનારી કેસેટ્સની સંખ્યાને ડબલ કરી દીધી છે. કેશ લઈ જનારી વાનમાં આર્મ્ડ ગાર્ડ રાખવા માટે કહેવાયું છે. એટીએમમાં સાઈબર સિકયોરિટીને પહેલાથી યોગ્ય વ્યવસ્થા કરવા માટે કહેવાયું છે. મોટાભાગની તમામ બેંક ૮૦ થી ૯૦ ટકા એટીએમ સર્વિસને આઉટસોર્સ કરે છે. એટીએમની ઈલેકટ્રોનિક સર્વેલન્સ સાથે જોડાયેલી કંપની સિકયોરન્સ સિસ્ટના એમડી સુનીલ ઉડુપાએ મીડિયાને જણાવ્યું કે આરબીઆઈના નવા નિયમોથી એટીએમ ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. તેમણે જણાવ્યું કે અત્યારે વેનમાં કેશ સાથે કેસેટ્સ પણ જાય છે. જો એક વેન ૧૦ એટીએમ માટે કેશ લઈને જાય છે ત્યારે તેની પાસે એટલી જગ્યા નથી હોતી કે તે બેગણી સંખ્યામાં કેસેટ્સ લઈને જાય. બીજા સામાન્ય ગાર્ડની તુલનામાં આર્મ્ડ ગાર્ડને લઈને જવાથી કેસેટ બેગણી થઈ જાય છે કારણ કે તેનું વેતન વધારે હોય છે.

એટીએમ કંપનીઓ અનુસાર મુંબઈ જેવા પ્રાઈમ લોકેશનમાં એટીએમનું ભાડુ ૪૦,૦૦૦ રૂપિયા હોય છે. નાના શહેરોમાં પણ એટીએમ સાઈટનું ભાડુ ૮૦૦૦ થી ૧૫૦૦૦ રૂપિયા સુધી હોય છે. આમાં સિકયોરિટી સ્ટાફનું વેતન, મેન્ટેનન્સ ચાર્જ અને વિજળી ખર્ચ મીલાવીને એટીએમ ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. એટીએમની સુરક્ષા એક મોટી મુશ્કેલી પણ બની રહી છે જેના પર બેંક તરફથી કોઈ ખાસ કામ નથી કરવામાં આવતું.

અત્યારે દેશમાં આશરે ૨.૪૦ લાખ એટીએમ છે અને આમાંથી ૫૦ થી ૬૦ ટકા એટીએમ બંધ થઈ શકે છે કારણ કે આમને ચલાવવામાં ખોટ આવી રહી છે. ત્યારે આવામાં નાના અને મોટા શહેરોમાં એટીએમ બંધ થવાની કેશની કિલ્લત પણ આવી શકે છે. એકવાર ફરીથી દેશમાં નોટબંધી જેવી સ્થિતી સર્જાઈ શકે છે.(૨૧.૩૦)

(3:40 pm IST)