Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પ્રણવદા કહે છે મને ખ્યાલ નથી ડો.ભારતરત્ન માટે હકકદાર છું?

૮૪ વર્ષે પણ બિલકુલ સ્વસ્થ

કોલકાતા, તા.૮: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું છે કે મને ખબર નથી કે હું ભારતરત્ન સન્માન માટે કેટલો હકદાર છું. આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળા ખાતે ભારતરત્ન પ્રાપ્ત કરવા પુસ્તક મેળા અને સાહિત્ય ઉત્સવના આયોજકો દ્વારા સન્માનીત કરવા પર પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે મને ખબર નથી કે આ સન્માન માટે હું કેટલો હકદાર છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખરજીને તાજેતરમાં ભારતરરત્નથી સન્માનીત કરવાની જાહેરાત કરાઇ હતી. તેમના ઉપરાંત સમાજ સેવક નાનાજી દેશમુખ અને ગાયક-સંગીતકાર ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારતરત્નથી સન્માનીત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રણવ મુખરજીએ વધુમાં જણાવ્યું હતું કે મારી સ્થિતિ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના જેવી થઇ ગઇ છે. અમારાં બંનેનાં દુઃખમાં ઝાઝો ફેર નથી. તેમની પાસે પણ હવે સમય નથી અને મારી સ્થિતિ પણ આવી જ છે. ઉદઘાટન બાદ લોકોને સંબોધતાં પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ હું ૮૪ વર્ષનો થયો છું તેમ છતાં હજુ સ્વસ્થ છું.(૨૩.૧૩)

 

(3:36 pm IST)