Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પોતાના માટે સાચા નિર્ણયો લેવા માટે એક બહેન મહિને ૧.૮૪ લાખ રૂપિયામાં કોઇક ડાહ્યા માણસને હાયર કરવા માગે છે

નવી દિલ્હી તા.૮: જયારે જીવનમાં બધું જ ઊલટું પડી રહ્યું હોય ત્યારે મગજ બહેર મારી જાય છે. શું કરવું અને શું નહીં એ સમજાતું નથી. એવા સમયે કોઇક સલાહ આપે છે કે ફલાણા સમયે તોં આ કર્યું એ જ ખોટું હતું. વારંવાર આવું થાય ત્યારે પોતાના જીવન વિશેના નિર્ણયો લેતી વખતે ડર લાગવા લાગે છે Bark.com નામની વેબસાઇટ પર એક નનામાં બહેને વિચિત્ર જાહેરાત આપી છે. આ બહેનનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષમાં તેણે જે પણ નિર્ણયો લીધા એ તમામ ઊલટા પડયા છે. હવે તે ઇચ્છે છે કે તેના વતી કોઇ બીજી વ્યકિત ઓબ્જેકિટવ થઇને પોતાના માટે સાચા નિર્ણયો લે. ટૂંકમાં પોતાના જીવનનો કન્ટ્રોલ હવે પોતાના હાથમાં રહયો નથી એવું લાગતું હોવાથી આ બહેન કોઇ વ્યવહાર ડાહ્યા વ્યકિતના કહ્યા મુજબ કરવાની તરકીબ અજમાવવા માગે છે. બહેન લખે છે, દર અઠવાડિયે મારી સાથે કોઇક નાની-મોટી દુઘર્ટનાઓ ઘટે જ છે. પહેલાં તો જે પસંદગીઓ કરેલી એને બદલીને બીજી પસંદગીઓ કરવામાં પણ તેમણે બહુ થાપ ખાધી હોવાથી જીવનને પાટે ચડાવવું બહુ અગત્યનું છે. આ જાહેરાતમાં બહેન કોઇ શાણા માણસને પોતાના વતી જીવનના તમામ નિર્ણયો લેવા બદલ મહિને ૨૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૧.૮૪ લાખ રૂપિયા સુધીની ફી ચૂકવવા તૈયાર છે.

બહેન પોતાના વતી નિર્ણય લેવા માટે જે વ્યકિતની પસંદગી કરશે એનો નિર્ણય સાચો હોય એવી ભગવાનને પ્રાર્થના કરો.(૧.૨૩)

 

(3:35 pm IST)