Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

યુપી - ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડ : ૩૯ના મોત : અનેક ગંભીર

યોગી સરકારે આપ્યા તપાસના આદેશ : સહારનપુર - કુશીનગરમાં સૌથી વધુ મોત : હાહાકાર

લખનૌ તા. ૮ : યુપી અને ઉત્તરાખંડમાં ઝેરીલી શરાબનો કહેર જોવા મળ્યો છે. ઝેરીલી શરાબનું સેવન કરવાથી અત્યાર સુધીમાં ૩૯ના મોત થયા છે. જ્યારે અનેક લોકોની સ્થિતિ ગંભીર છે. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સહારનપુર જિલ્લામાં ઝેરીલી શરાબ પીવાથી વિવિધ ક્ષેત્રોમાં કુલ ૧૮ના મોત થયા છે. બીજીબાજુ અનેક લોકોની સ્થિતિ ગંભીર ગણાવાય રહી છે. મોતના વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. માહિતી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે દોડી છે અને ઘટનાની સમગ્ર માહિતી મેળવી છે.

જાણવા મળી રહ્યું છે કે, આ દરેક લોકોના મોત ઝેરીલી શરાબ પીવાના કારણે થઇ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને આસપાસના લોકો પાસેથી પણ આ મામલાની જાણકારી મેળવી છે.

યુપીના અનેક શહેરોમાં ઝેરીલી શરાબ પીવાના કારણે મોતનો કહેર યથાવત જ રહ્યો છે.

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એકગામમાં ઝેરી દારૂ પીવાથી ૧૨ લોકોના મોત થયા. કહેવાય છે કે કે હરિદ્વારના ભગવાનપુરના બાલુપુર ગામમાં તેરમાના એક ભોજન સમારંભ દરમ્યાન આ ઘટના બની. આ દરમ્યાન કેટલાંક લોકો એ દારૂ પીધો હતો. તો બીજીબાજુ યુપીના સહારનપુરમાં ઝેરી દારૂ પીવાથી ૫ લોકોના મોત થયા છે. આપને જણાવી દઇએ કે યુપીમાં છેલ્લાં બે દિવસમાં ઝેરી દારૂ પીવાથી સૌથી વધુ કહેર વરસાવ્યો છે. કુશીનગપરમાં પણ ગુરૂવારના રોજ ઝેલી દારૂ પીવાથી ૧૦ લોકોના મોત થયા હતા. આ સમાચાર સામે આવતા જ યોગી સરકારે તપાસના આદેશ આપ્યા છે.

હરિદ્વારના જિલ્લાધિકારી દીપક રાવતે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે તેણે આઠ લોકોને મર્યાના માહિતી મળી છે. તેઓ જાતે જ સ્થળ પર રવાના થઇ રહ્યાં છે. બાલુપુર ગામમાં તેરમાના ભોજનની સાથે દારૂ પીવાથી મોત થયા તેમાં જેમના ઘરે તેરમાના ભોજનનું આયોજન કરાયું હતું તેનું પણ મોત થયું છે. જમ્યા બાદ લોકોની તબિયત બગડી. તેમાંથી ૮ લોકોના મોત થયા, જયારે ૪દ્ગચ હોસ્પિટલમાં દાખલ કરયા છે.

ઉત્ત્।રાખંડના મંત્રી પ્રકાશ પંતે કહ્યું કે ઘરમાં બનાવામાં આવેલ કાચા દારૂના સેવનથી આ ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. એ વાતની પણ તપાસ કરાઇ રહી છે કે આ કેસ ફૂડ પોઇઝનિંગનો તો નથી ને. એસએસપી હરિદ્વાર જન્મેજય ખંડુરી અને એસપી દેહાત નવનીત સિંહ સ્થળ પર પહોંચી ગયા છે.

આની પહેલાં ગુરૂવારના રોજ યુપીના કુશીનગરમાં ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના મોત થયા હતા. સ્પ્રિટમાંથી બનેલ દારૂ પીને મરનારની સંખ્યા હવે વધીને ૧૦ થઇ ગઇ છે. સતત મોત થતાં વિસ્તારમાં દહેશત ફેલાય ગઇ છે. આ ઘટના બાદ પ્રશાસને નવ લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.(૨૧.૨૫)

(3:33 pm IST)