Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

૬૦૦૦ કરોડ ચુકવવા પડશે !

પ્રજાનાં પૈસે મૂર્તિ - સ્મારક કેમ બનાવ્યા ? હવે પૈસા પરત કરો

સુપ્રિમ કોર્ટે બસપા સુપ્રિમો માયાવતીને આપ્યો જોરદાર આંચકો : પૈસા ચુકવી દેવા આદેશ

નોયડા પ્રેરણા સ્થળે હાથી પથ્થરની ૩૦ મૂર્તિ તો કાંસાની ૨૨ પ્રતિમા પાછળ ૬૮૫ કરોડ ખર્ચાયા હતા : લખનૌ - નોયડા - ગ્રેટર નોયડામાં પાર્કો પાછળ રૂ. ૫૯૧૯ કરોડ ખર્ચાયા હતા

નવી દિલ્હી તા. ૮ : સુપ્રીમ કોર્ટે બીએસપી સુપ્રીમો માયાવતીને મોટો ફટકો આપ્યો છે. કોર્ટે તેઓ મુખ્યમંત્રી હતા તે સમયે તેમના દ્વારા બનાવવામાં આવેલ સ્મારકો અને મૂર્તિઓ પાછળ ખર્ચેલ તમામ નાણા પરત કરવાનો આદેશ કર્યો છે. ૨૦૦૯માં ફાઈલ કરેલી અપીલ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ મામલે ખર્ચ થયેલા નાણા પરત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની આગામી તારીખ ૨ એપ્રિલની નક્કી કરવામાં આવી છે.ઙ્ગ

માયાવતીએ વકીલને આ મામલા પર સુનાવણી મે મહીના બાદ કરવા માટે અપીલ કરી હતી પરંતુ કોર્ટે માયાવતીની આ અપીલને ફગાવી દીધી છે. મૂર્તિઓ બનાવવા પાછળ થયેલ ખર્ચા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, કે, 'બીએસપી નેતા માયાવતીને મૂર્તિઓના નિર્માણ પાછળ કરવામાં આવેલ તમામ ખર્ચાઓની રકમને પરત કરવી પડશે.' ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આ મામલા પર હવે પછીની સુનાવણી ૨ એપ્રિલના રોજ કરવામાં આવશે.ઙ્ગ

મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, 'અમને લાગે છે કે આગામી સુનાવણી થાય તે પહેલા બીએસપી નેતા મેડમ માયાવતી આ તમામ ખર્ચાઓના નાણાને પરત કરી દેવા જોઈએ. બીએસપી સુપ્રીમોએ આગામી સુનાવણી પહેલા આ તમામ રકમ ચૂકવી દેવી પડશે.' નોંધનીય છે કે, તે સમયે ઉત્તરપ્રદેશમાં માયાવતીની મૂર્તિઓ લગાવવાનો વિરોધ સમાજવાદી પાર્ટી સહિતના અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ કર્યો હતો.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે, માયાવતી જયારે મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે તેમણે ઉત્તરપ્રદેશના ઘણા શહેરોમાં હાથી અને પોતાની મૂર્તિઓ લગાવડાવી હતી. માયાવતીએ મૂર્તિઓ ઉપરાંત ઘણા બધા બગિચાઓ અને સ્મારકો પણ બનાવ્યા છે જેમાં તેમની અને હાથીની મૂર્તિઓ પણ હતી. આ સાથે જ કાંશીરામ અને બાબા સાહેબ આંબેડકરની પણ કેટલીક મૂર્તિઓ તેમના કાર્યાલયમાં લગાવી હતી.ઙ્ગ

માયાવતી દ્વારા મૂર્તિઓ ઉભી કરવાનો વિરૂદ્ઘ સમાજવાદી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષોએ કર્યો હતો. જોકે આજે ઉત્તર પ્રદેશમાં રાજકારણે પડખું ફેરવ્યું છે. એક સમયે માયાવતીનો મૂર્તિઓ સહિતના મામલે ભારે વિરોધ કરનારી સમાજવાદી પાર્ટીએ બસપા સાથે હાથ મીલાવી લીધા હતાં. બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન રચી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. (૨૧.૨૪)

 

(3:32 pm IST)