Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

કોંગ્રેસે લૂંટ ચલાવવા દીધી અને અમે કાયદો બનાવ્યો : નરેન્દ્રભાઇ

ભાગેડુઓ આજે ટ્વિટર પર રડી રહ્યા છે કે, અમે ૯,૦૦૦ કરોડ લઇને ભાગ્યા અને ૧૩,૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત થઇ : સંસદમાં વડાપ્રધાનના સટાસટી બોલાવતા ભાષણની હાઇલાઇટ્સ : ગ્લોબલ ફોરમ ખાતે ભારતે તેની આગવી ઓળખ ઉભી કરી છે, હવે વિદેશો ભારતની વાત સાંભળે છે

બંધારણીય સંસ્થાઓ

   કોંગ્રેસે ચૂંટણી પંચ, ચીફ જસ્ટિસ, સેનાને અપમાનિત કર્યા, કટોકટી લગાવી, સેનાધ્યક્ષને ગુંડા કહ્યા, સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા

   કોંગ્રેસના જ નેતાએ કેબિનેટના નિર્ણયને પત્રકાર પરિષદમાં ફાડયો

   કોંગ્રેસે ૫૦ ચૂંટાયેલી સરકારોને ઊથલાવી

બેન્કો

   કોંગ્રેસના નામદારના એક ફોન પર લોન મંજૂર થઇ જતી હતી

   બેન્કોની એનપીએ ૧૮ લાખ કરોડથી વધીને રૂપિયા બાવન લાખ કરોડ થઇ ગઇ

   બેન્કોના પૈસા લઇને નાસી જનારા આજે ટ્વિટર પર રડી રહ્યા છે

સેના અને સર્જિકલ સ્ટ્રાઇક

   કોંગ્રેસની સરકારોમાં સેના માટે બુલેટ પ્રુફ જેકેટ પણ નહોતાં અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હોવાના દાવા કરે છે

   કોંગ્રેસે હંમેશાં સેનાની જરૂરીયાતોની અવગણના કરી

   કોંગ્રેસ કયારેય ઇચ્છતી નહોતી કે દેશની વાયુસેના સશકત બને

રાફેલ સોદો

   કોંગ્રેસ સરકાર કઇ કંપનીની ભલાઇ માટે રાફેલ સોદો રદ કરાવવા ઇચ્છતી હતી?

   કોંગ્રેસે સેના સાથેનાં ઓરમાયાં વર્તનનાં કારણે શ સ્ત્રવિહોણી બનાવીને રાખી હતી

બેનામી સંપત્તિ

   બેનામી સંપત્તિ કાયદો ઘડાતાં ન જાણે કયાં કયાંથી સંપત્ત્િ। બહાર આવી રહી છે અને તેને લીધે કોંગ્રેસ પરેશાન છે

   કોની કોની સંપત્તિ નીકળી રહી છે, કયાં કયાંથી નીકળી રહી છે

મોંઘવારી

   જયારે કોંગ્રેસની સરકાર સત્તા પર આવી છે ત્યારે મોંઘવારી વધી છે

   GSTથી મોંઘવારીને નિયંત્રણમાં લીધી, ૯૯ આઇટમ પર ૧૮ ટકાથી ઓછો જીએસટી

આરોગ્ય

   અમે ગરીબોને મફત સારવાર ઉપલબ્ધ કરાવી છે અને દવાઓ સસ્તી કરી છે

   ૧૫ હજાર ગરીબોને આયુષમાન યોજનાનો લાભ થયો છે

   અમે મફત ડાયાલિસિસ સેવાઓની સુવિધા આપી, સ્ટેન્ટ, નીસર્જરી સસ્તી કરી

અનામત અને રોજગાર

   ૧૦ ટકા અનામત દ્વારા અમે સામાન્ય ગરીબોને અનામત આપી

   પંચાવન વર્ષમાં રોજગારનો કોઇ એજન્ડા નહોતો, અમે રોજગારનો એજન્ડા બનાવ્યો

   છેલ્લાં ચાર વર્ષમાં ૬ લાખ ૩૫ હજાર પ્રોફેશનલ, ૧૫ મહિનામાં ૧.૮ કરોડ લોકોઇપીએફઓ સાથે જોડાયાં

   સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજનાથી યુવાઓને સ્વરોજગાર પ્રાપ્ત

ખેડૂત

   કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવામાફીનો ચક્રવ્યૂહ ઊભો કર્યો છે.

   ૨૦૦૯માં ખેડૂતોના ૬ લાખ કરોડની સામે ૫૨ હજાર કરોડ માફ કરીને ભદ્દી મજાક કરી હતી

   અમારી સરકાર ખેડૂતોને સશકત બનાવવા સાડા ચાર વર્ષમાં ૯૯ યોજનાઓ લાવી છે

   ૧૨ કરોડ ખેડૂતો માટે રૂપિયા ૬,૦૦૦ પ્રતિ વર્ષની લઘુતમ આવકની યોજના જાહેર કરી

ભ્રષ્ટાચાર

   ખેલાડીઓ કોમનવેલ્થ જીતવાની તૈયારી કરતા હતા ત્યારે લોકો પોતાની વેલ્થમાં ?

   ૩-૩ રાઝદારોને પકડીને દેશમાં લવાયા છે તેથી હવે આ લોકોને ચિંતા થવા લાગી છે

   એક પત્ર લખ્યો અને વિદેશોમાંથી ધન પ્રાપ્ત કરતી ૨૦,૦૦૦ એનજીઓનાં શટર પડી ગયાં

   સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ નેહરુએ કર્યો અને ઉદ્ઘાટન મેં કર્યું,

   નોટબંધી બાદ ૩ લાખ બનાવટી કંપનીઓનાં શટર પડી ગયાં

વિદેશ નીતિ

   ભારત આજે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન, સાઉદી અરબ અને ઇરાન એમ બંનેનો મિત્ર

   વિશ્વ સ્તરે ભારતનો અવાજ મજબૂત બની રહ્યો છે, અમારા પ્રયાસો પછી હવે અન્ય પાર્ટીઓ એનઆરઆઇ પાસે પહોંચી રહી છે

   ગ્લોબલ ફોરમ ખાતે ભારતે તેની આગવી ઓળખ, વિદેશો ભારતની વાત સાંભળે છે. (૨૧.૧૪)

(2:30 pm IST)