Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના સમર્થનનો દાવો કરતા મમતા બેનર્જી સામે રાહુલે લાલ આંક કરી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ભલે કેન્દ્ર સરકારની સામે યુદ્ઘમાં કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના સમર્થનનો દાવો કરે છે, પરંતુ રાજયમાં મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ તેમની સામે ઉભી રહેવાની છે. તેના સિવાય તૃણમૂલ કોંગ્રેસને ભાજપ અને વામ દળોનો પણ સામનો કરવો પડશે.

બે વર્ષ પહેલા થયેલી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ અને વામ દળ બંન્નેએ મળીને લડ્યા હતા. પરંતુ ત્રિકોણીય મુકાબલામાં મામતા બેનરજીએ ૨૯૩ બેઠકો ધરાવતી વિધાનસભામાં ૨૧૧ બેઠકો જીતી હતી. તેથી આ વખતે વામ દળ અને કોંગ્રેસ અલગ અલગ લડવાના છે. તેઓ માને છે કે બંનેના સમર્થકો વર્ષોથી એકબીજા સામે લડ્યા છે તેથી તેઓ આ મિત્રતાને સ્વીકારતા નથી.

પાછલી લોકસભાની ચૂંટણીમાં રાજયની ૪૨માંથી કોંગ્રેસને ચાર, માકપાને બે અને ભાજપને બે બેઠકો મળી હતી. બાકી ૩૪ બેઠકો તૃણમૂલ કોંગ્રેસના ખિસ્સામાં આવી હતી. તો પણ બધા પક્ષો અલગ અલગ હતા. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આ વખતે કોંગ્રેસ અને વામ દળ પોતાની જીતેલી બેઠકો પર સમજૂતી કરી શકે છે. પાછળની વખતે જે સીટ પર માકપા જીત્યા હતા ત્યાં આ વખતે કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારશે.

તેવી જ રીતે કોંગ્રેસના ચાર ઉમેદવારમાં જાંગીપુરમાં પહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત, બહેરામપુરથી તત્કાલીન રાજય અધ્યક્ષ અધીર ચૌધરી, માલ્દા ઉત્ત્।રમાંથી મોસમ નૂર અને માલ્દા દક્ષિણથી એએચ ગની ખાન ચૌધરી જીત્યાં હતા. સંભવિત છે કે આ વખતે આ બેઠકો પર વામ કલ કદાચ તેનાં ઉમેદવારને ન પણ ઉતારે. બાકી ૩૬ બેઠકો પર વામ કલ અને કોંગ્રેસ એકબીજા સામે ખુંખાર થશે.(૩૭.૯)

(2:27 pm IST)