Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી યુપીમાં ભાજપ કરતા સપા -બસપા ગઠબંધનને નુકશાન વધુ :પીએમપદે મોદી પ્રથમ પસંદ:સર્વે

અયોધ્યામાં રામ મંદિરને લઈને મોદી સરકારના નિર્ણયને ગંભીર માન્યો

નવી દિલ્હી :પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીથી યુપીના ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જોકે યુપીના મોટા ભાગના મતદારોને મતે રાજકારણમાં પ્રિયંકા ગાંધીના પ્રવેશથી કોંગ્રેસને લાભ નહી થાય.પરંતુ નુકસાન પણ ભાજપ કરતા વધુ સપા-બસપાના ગઠબંધનને થવાનું છે.

    એક્સિસ માઈ ઈન્ડિયા તરફથી એક સર્વે કરવામાં આવ્યો હતો, આ સર્વેમાં 56 ટકા લોકોએ માન્યુ છે કે, પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવવાથી એસપી અને બસપાના ગઠબંધનને નુકશાન થશે. 31 ટકા મતદારોના મતે ભાજપને વધુ નુકશાન થશે.

     પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીથી સપા-બસપાને નુકશાનની ભીતિ સેવાઈ છે સર્વેમાં ભાગ લેનારાઓએ અયોધ્યામાં રામ મંદિરને લઈને મોદી સરકારના નિર્ણયને ગંભીર માન્યો છે. સર્વેના મતે પીએમ તરીકે મોદી અને સીએમ તરીકે યોગી આદિત્યનાથ પહેલી પસંદ બનેલા છે.

(1:04 pm IST)