Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર હિમસ્ખલનમાં 10 પોલીસકર્મી ફસાયા: રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગની પાસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર હિમસ્ખલન થયા બાદ લગભગ 10 પોલીસકર્મીઓ ફસાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે.

   બચાવકર્મી શુક્રવારે પણ તેમના સુધી પહોંચી શક્યા નથી. બચાવ દળના જણાવ્યા અનુસાર ઝડપી હવા અને રસ્તા પર મોટી માત્રામાં જામેલો બરફ બચાવ અભિયાનમાં રૂકાવટ બની છે. તે મામલામાં IG સ્વયં પ્રકાશ પાણીએ જણાવ્યુ કે 10 પોલીસકર્મી બરફના નીચે દબાયેલા છે. રેસક્યુ ઑપરેશન ચાલુ છે. કોઈના બચવાની આશા નામાં બરાબર છે

(12:48 pm IST)