Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ઝારખંડમાં મહાગઠબંધન ફાઇનલ :કોંગ્રેસ સાત બેઠક પર ઉમેદવારો ઉતારશે

કોંગ્રેસને 7 ઝારખંડ મુક્તિ મોરચાને 4,ઝારખંડ વિકાસ મોરચો બે અને એક બેઠક રાજદ માટે છોડી

કોંગ્રેસે ઝારખંડમાં મહાગઠબંધનને અંતિમ રૂપ આપ્યું છે. રાજ્યની 14માંથી 7 લોકસભા બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારને મેદાને ઉતારશે.જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા માટે ચાર, ઝારખંડ વિકાસ મોરચા માટે બે અને એક બેઠક રજદ છોડી દીધી છે.

    ઝારખંડમાં બેઠકોના સંમિશ્રણ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર બેઠકમાં જાજુમો નેતા હેમંત સોરેન પણ હાજર હતા. સંસદીય ચૂંટણી માટે કોંગ્રેસે ઝારખંડમાં મહાગઠબંધનની જાહેરાત કરી હતી. રાહુલની સાથે બેઠકમાં રાજ્યમાંથી પણ નેતાઓ જોડાયા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં લોકસભા ચૂંટણીમાં ઝારખંડમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નહોતું. 14 લોકસભા બેઠકોમાં 12 એકલા ભાજપે જીતી હતી. જ્યારે બે બેઠકો જાજુમોએ જીતી હતી

(12:12 pm IST)