Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સરકારી સંસ્થાઓમાંથી સંઘના પ્રત્યેક કાર્યકરને તગેડી મૂકીશું : રાહુલ ગાંધીની ચેતવણી

કોંગ્રેસના રાષ્ટ્રીય લઘુમતી સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષની સંઘ સાથે સંકળાયેલ સરકારી કર્મચારીઓને આકરી ચેતવણીઃ ચીનને પણ ખબર પડી ગઈ છે, મોદીની છાતી ૫૬ નહિં ચાર જ ઈંચની છે : રાહુલ ગાંધીએ પીએમ મોદીને ડરપોક ગણાવ્યા, ગરીબો માટે ગેરેન્ટેડ લઘુતમ આવક લાવીશુ : મોદી સાથે મારી ચર્ચા કરાવી દો, તેઓ ભાગી જશે, તેઓ ડરપોક વ્યકિત છે, દેશના ભાગલા પાડી નફરત ફેલાવીને રાજ ના કરી શકાય, હિંદુસ્તાનના વડાપ્રધાને દેશને જોડવાનુ કામ કરવુ જોઈએ : જો તમે આઈઆઈટી, આઈઆઈએમની વાત કરો તો દેશના પ્રથમ મુસ્લિમ શિક્ષણમંત્રી મૌલાના આઝાદની વાત કરવી પડશે, ૧૯૭૧ની જીતની વાત કરો તો માણેકશોની વાત કરવી પડશે, આ દેશ કોઈ એક જાતિ, ધર્મ, પ્રદેશ કે ભાષાનો નથી પણ દરેક વ્યકિતનો છે : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. ૮ : લોકસભા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસેવ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કરી દીધુંછે. ગુરૂવારે દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં કોંગ્રેસ લઘુમતી મોરચાસંમેલન યોજાયું હતું. રાહુલ ગાંધીએઆરએસએસ સાથે સંબંધિત સરકારીકર્મચારીઓને ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યુંકે, તેઓ આરએસએસ માટે નહીં પરંતુભારતીય વહીવટીતંત્ર માટે કામ કરે છે.ત્રણ મહિના બાદ સરકાર બદલાશે ત્યારેઅમે સરકારી સંસ્થાઓમાંથી દરેકઆરએસએસના કર્મચારીઓને કાઢી મુકીશું. લઘુમતી મોરચા સંમેલનમાંપાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતુંકે, આજે મોદીજીના ચહેરા પરગભરાટ જોવા મળી રહ્યો છે તેમના મોઢાપર ડર જોવા મળે છે. તમને ખબર પડી ગઇ છે કે, હિંદુસ્તાનના ભાગલા પાડવાથી,નફરત  ફેલાવવાથી રાજ કરી શકાય તેમનથી. વડાપ્રધાન હોય તો ફક્ત દેશનોજોડવાનું કામ કરે અને જો એવું ના થાયતો લોકો તેને હટાવી દે છે. (૩૭.૭)

(11:27 am IST)