Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મોદીએ સંસદમાં તેમનો જ રેકોર્ડ તોડ્યો, આપ્યું ૧૦૦ મીનીટનું ભાષણ

રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર આપ્યો જવાબ : અત્યાર સુધીનું મોદીનું સૌથી લાબું ભાષણ

નવી દિલ્હી તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંસદમાં લાંબુ ભાષણ આપ્યું.રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર મોદી અંદાજે ૧ કલાક ૪૦ મિનિટ સુધી લોકસભામાં બોલ્યા. માનવામાં આવી રહ્યું છે કે પીએમનું આ સંસદમાં સૌથી લાંબુ ભાષણ છે. તે પહેલા ગયા વર્ષે રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર મોદીએ ૧ કલાક ૩૧ મિનિટનું ભાષણ આપ્યું હતું.

અટલ બિહારી વાજપેયી એક શાનદાર વકતા તરીકે ઓળખાતા ૨૭ મે ૧૯૯૬ના રોજ સંસદમાં ૧ કલાક ૩૦ મિનિટનું ભાષણ આપ્યું હતું. તેની સરકાર ૧૩ દિવસ ચાલી હતી. અને વિશ્વાસ મત દરમ્યાન થયેલી ચર્ચાનો જવાબ આપવા માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉભા થયા હતા. તેઓએ ૯૦ મિનિટના ભાષણ બાદ રાષ્ટ્રપતિ પાસે જઈને તેમનું ત્યાગપત્ર સોંપી દીધી હતુ. આજે પણ તેમનું ભાષણ યાદગાર માનવામાં આવે છે.

સુષ્મા સ્વરાજે ૩ ઓગસ્ટે ૨૦૧૭ના રોજ પાકિસ્તાન, ચીન અને અમેરિકા સાથે ભારતના સંબંધ પર ૫૦ મિનિટનું ભાષણ આપ્યું હતું. અમિત શાહ રાજયસભાના સભ્ય બન્યા બાદ તેમના પહેલા ભાષણમાં રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર બીજેપી અધ્યક્ષે ૫ ફેબ્રુઆરીએ ૧ કલાક ૨૦ મિનિટનું ભાષણ આપ્યું હતુ.નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદી એ ૧ કલાક ૩૦ મિનિટનું ભાષણ આપ્યું હતું.(૨૧.૧૩)

(11:26 am IST)