Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ભારતના વકીલોના વેલફેર માટે કેન્દ્ર સરકારને બી.સી.આઇ.ની રજૂઆત

૨૦ લાખનું વીમા કવચઃ મેડીકલ ટ્રીટમેન્ટ, વકીલના મૃત્યુ બાદ મહિને ૫૦ હજારનું પેન્શનઃ કોર્ટોમાં લાયબ્રેરી, ઇન્ટરનેટ, ટોઇલેટ સહિતની સુવિધાઃ વગર વ્યાજની લોન-વ્યાજબી દરની જમીન આપવા સહિતના મુદ્દે દેશના વકીલો તબક્કાવાર આંદોલન કરશેઃ ૧૨ ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજનઃ ૧૧મીએ ઠેર-ઠેર આવેદનપત્ર અપાશે

રાજકોટ તા.૮: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન દ્વારા કેન્દ્ર સરકારના વડાપ્રધાન, કાયદામંત્રી અને કાયદા સચિવને ભારત દેશના વકીલો તથા ભારત દેશની કોર્ટોમાં વકીલોને પડતી મુશ્કેલીઓ અંગે પત્ર લખી અને રજુઆત કરેલ હતી. જેના અનુસંધાને ર ફેબ્રુઆરીના રોજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભવનમાં દેશની દરેક બાર કાઉન્સિલના ચેરમેનો તથા દિલ્હી બાર એસો.ની જોઇન્ટ મીટીંગ બોલાવેલ અને તેમાં તમામ બાર કાઉન્સિલો તથા અન્યોએ કેન્દ્ર સરકાર પાસે માંગણી સંબંધે આંદોલન કરવાનું નક્કી કરેલ હોવાનું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઇ પટેલે જણાવેલ છે.

આ જોઇન્ટ મીટીંગમાં રાજ્યની બાર કાઉન્સિલ તથા દિલ્હી બાર એસો. તથા દિલ્હી હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર સામે કાયદાકીય વ્યવસાનું ધોરણ ઉંચુ લાવવા સુધારા કરવા અને વકીલો માટે વેલફેરની ડીમાંડમાં ભારતના તમામ વકીલોના પરિવાર  માટે રૂ. ૨૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા વીસ લાખ સુધીનો ઇન્શ્યોરન્સ કવર કરવું, મેડીકલ ટ્રીટમેન્ટ, એડવોકેટ તથા તેના પરિવારને મળે તે માટે સ્પેશ્યલ કાર્ડ આપવું અને આ કાર્ડ દ્વારા ફ્રી મેડીકલેઇમ મળે તથા પાંચ વર્ષ સુધીના નવા વકીલો માટે દર મહિને રૂ. દસ હજાર સુધીનું સ્ટાઇપેન્ડ ચુકવવા તથા વકીલનું મૃત્યુ થાય તો તેમના પરિવારને રૂ. ૫૦,૦૦૦/- અંકે રૂપિયા પચ્ચાસ હજાર સુધી દર મહિને જીવન નિર્વાહ માટે પેન્શન આપવું.

ભારતના તમામ વકીલો માટે પાર્લામેન્ટ દ્વારા તેમના રક્ષણ માટે સંરક્ષણ ધારો બનાવવો, તેમજ દેશના તમામ ન્યાય મંદિરોમાં પુરતી સુવિધા, લાઇબ્રેરી, ઇ-લાઇબ્રેરી, ઇન્ટરનેટ, ટોઇલેટ તેમજ મહિલા વકીલ માટે અલગ સુવિધાઓ ઉભી કરવી, ભારતના તમામ વકીલોને ઘર બનાવવા માટ તથા લાઇબ્રેરી અને વ્હીકલ લોન માટે વગર વ્યાજની લોન આપવી તથા વ્યાજબી દરે જમીન આપવી કેન્દ્ર સરકારને દેશના વકીલોની જરૂરીયાતોને ધ્યાનમાં લઇ રૂ. ૫૦,૦૦૦/- કરોડ રૂપિયા વાર્ષિક બજેટમાં પ્રોવીઝન રાખવા વકીલોની જરૂરીયાતોને લઇ વિનંતી કરેલ.

કાયદાકીય સર્વિસ ઓથોરિટી હેઠળ કાયદામાં વકીલોની કાર્યવાહી માટે જરૂરી સુધારાઓ કરવા દરેક સરકારી જગ્યાઓ જેમાં રીટાયર્ડ જજ, જયુડીશ્યલ ઓફિસર, પ્રીસાઇડીંગ ઓફિસર જરૂર હોય તેમજ ટ્રીબ્યુનલ, કમીશનમાં માત્ર જજો જ નહી પરંતુ પ્રસાઇડીંગ ઓીફસરની જરૂર હોય તે જગ્યાએ સક્ષમ વકીલોની પણ નિમણૂંક કરવી તેમજ કોઇ પણ વકીલની ઉંમર ૬૫ વર્ષથી નીચનેી હોય તેમનું એકસીડન્ટ, મર્ડર, રોગથી મૃત્યુ થાય તો સરકારે તેમના ફેમીલી માટે અથવા આશ્રિતને રૂ. ૫૦,૦૦,૦૦૦/-ની રકમ આપવી.

કેન્દ્ર સરકારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બાર કાઉન્સિલને રૂપિયા ટ્રાન્સફર કરવાની જરૂરીયાતમા સાત ટ્રસ્ટી કમીટી નિમવા જેમા બાર કાઉન્સિલના મેમ્બર, સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન, ૧ હાઇકોર્ટ દ્વારા નિમાયેલ સભ્ય, બે બાર એસો.ના નિમાયેલ સભ્યોની કમીટી બનાવી તથા અને ભારતના તમામ બાર એેસો.માં નોંધાયેલ સભ્યોને વ્યાજની રકમમાંથી વાપરવી અને તેમના પરિવારને પણ સન્માનજનક તથા સુરક્ષાત્મક જીંદગી મળે તે જોવું તેવી માંગણી કેન્દ્ર સરકારમાં મુકેલ. આ ઉપરાંત કેન્દ્ર સરકારે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રદ્દ કરેલ તે રીતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રદ્દ ન કરે અને તેની સ્વતંત્રતાના બચાવ માટે દેશભરના તમામ વકીલોએ જલ્દ આંદોલન કરવું.

અમુક વકીલો અવાર નવાર જજ અને જયુડીશ્યલની ખોટી ટીકા પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આવા તમામ જજીસ અને જયુડીશ્યલની પડખે ઉભા રહેશે તેવું ઠરાવેલ હતું અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યોએ નીચે મુજબના કાર્યક્રમો કરવા દેશના તમામ બાર કાઉન્સિલોને સુચના આપેલ છે.

૮ ફેબ્રુઆરીના રોજ તમામે પ્રેસ કોન્ફરન્સ તથા તમામ બાર એસો.ને રજુઆત કરવી ૧૧ ફેબ્રુઆરીએ દેશના તમામ બારએસો.ને ઠરાવ કરી મામલતદાર અથવા કલેકટર દ્વારા રજુઆતો કેન્દ્ર સરકારને મોકલવા કાર્યક્રમ કરવો, તેમજ આ ઠરાવની નકલ સ્થાનિક સાંસદો, ડીસ્ટ્રીકટ જજ ને પણ આપવી. આ કાર્યવાહીમાં વકીલોએ ફુલ ડ્રેસમાં રજુઆત કરી એન આ સમયે પ્રેસ મીડિયા અને ઇલેકટ્રીક મીડિયાને માંગ કરવી તેમજ ૧૨ ફેબ્રુઆરીના રોજ બાર કાઉન્સિલોએ ગાંધી ચિંંધ્યા માર્ગે હાઇકોર્ટથી ગવર્નરના ઘર સુધી જઇ કેન્દ્ર સરકારના વડાપ્રધાનને ગવર્નર થૃ માંગણીઓ મુકવી તેમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન દીપેનભાઇ દવે, વા.ચેરમેન પી.ડી. પટેલ, ઓ.જી. ચેરમેન કરણસિંહ વાઘેલા, અનીલ કેલ્લા, કિશોરભાઇ ત્રિવેદી, અનિરૂદ્ધસિંહ ઝાલા, વિજયભાઇ પટેલ, જીતુભાઇ ગોળવાળા, મનોજ અનડકટ, કિરીટભાઇ બારોટ, નલીનભાઇ પટેલ, હિતેશભાઇ પટેલ વિગેરે જણાવેલ છે.(૧.૩)

 

(10:17 am IST)