Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ર૦૧૯ માં આવનાર ર૩૦ ઇમોજીમાં મંદિર, દીવો, સાડી અને ઓટો પણ સામેલ

યુનિકોડ કંસોટિર્યમએ મંદિર, દીવો, સાડી અને ઓટો રીક્ષા સહિત ર૩૦ નવા ઇમોજીને  આ વર્ષે રજુ કરવાની મંજુરી આપી છે. જો કે આ લિસ્ટમાં ફકત પ૯ નવા ઇમોજી છે. પરંતુ અમના કલર અને જેન્ડર વેરેએંટને મેળવી આ સંખ્યા ર૩૦ પર પહોંચી જાય છે. આમા મોટરાઇઝડ વ્હીલ ચેર, બ્લડ ડ્રોપ, બટર સહિત ઇમોજી જોડવામાં આવ્યા છે.

(8:46 am IST)