Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

તમામ હરકતો કરવા છતાં મારૂ નામ #MeToo કેમ્પેઈનમાં આવતું નથી :શત્રુઘ્નસિંહા

 

નવી દિલ્હી :ભાજપના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે આજનાં સમયમાં તમામ હરકતો કરવા છતાં મારૂ નામ #MeToo કેમ્પેઈનમાં નથી આવતું. ત્યારબાદ તેમે એમ પણ કહ્યું કે દુનિયાને બતાવવા માટે કે હું એક સુખી લગ્નજીવન ગાળું છું અને મારી જીંદગી સારી છે, ક્યારેક હું મારી પત્નીથી મારા કામો છુપાવી લેતો હોવ છું.

  શત્રુઘ્ન સિન્હા એટલું કહીંને અટકતા નથી. તેમણે કહ્યું, જો કોઈ #MeToo કેમ્પેઈનમાં મારૂ નામ લેવાનો વિચાર કરતા હોય તો પછી લેતા પણ નહીં

તેમણે કહ્યું કે આજે MeTooનો સમય છે અને આવું કહેવામાં કોઈ શરમ અથવા સંકોચ ના હોવો જોઈએ કે સફળ માણસની નિષ્ફળતા પાછળ સ્ત્રી છે. મેં આંદોલનમાં જોયું છે તેમાં સફળ પુરુષોની મુશ્કેલીઓ અને બદનામીની પાછળ મોટાભાગની સ્ત્રીઓ છે. ‘આટલું બધું કહ્યાં પછી શત્રુઘ્ન સિન્હા એવું પણ કહે છે કે તેમની વાતને ખોટી રીતે લેવી નહીં. .

(12:00 am IST)