Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બિહાર શેલ્ટર હોમ : તપાસ અધિકારીની બદલીથી ખફા

નાગેશ્વર રાવ સામે સમન્સ જારી કરવામાં આવ્યું : ૧૨મી ફેબ્રુઆરીના દિવસે ઉપસ્થિત થવા નાગેશ્વર રાવ અને સીબીઆઇના બીજા અધિકારીઓને પણ હુકમ થયો

નવી દિલ્હી, તા. ૭ : સુપ્રીમ કોર્ટે બિહાર શેલ્ટર હોમ મામલાની તપાસ કરી રહેલા અધિકારીના ટ્રાન્સફર કરવાને લઇને સીબીઆઈની જોરદાર ઝાટકણી કાઢી છે. આજે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તત્કાલિન વચગાળાના નિર્દેશક એમ નાગેશ્વર રાવને તિરસ્કારની નોટિસ ફટકારી હતી અને તેમને ૧૨મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવાનો આદેશ કર્યો હતો. હકીકતમાં તત્કાલીન સીબીઆઈ વડાને એજન્સીના પૂર્વ સંયુક્ત નિર્દેશક એકે શર્માની બદલી કરી હતી જે બિહારના શેલ્ટર હોમ મામલાની તપાસ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, એજન્સીથી બહારના અધિકારીની બદલી કરવાની બાબત કોર્ટના આદેશનો ખુલ્લો ભંગ કરે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચે સુપ્રીમ કોર્ટના પહેલા આપવામાં આવેલા બે આદેશોનો ભંગ કરવાને લઇને પણ ગંભીરતાથી લઇને વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે કોર્ટ પાસેથી મંજુરી લીધા વિના ૧૭મી જાન્યુઆરીના દિવસે શર્માની બદલી સીઆરપીએફમાં કરવાને લઇને રાવની સામે અવગણના નોટિસ જારી કરી હતી. બેંચમાં જસ્ટિસ દિપક મિશ્રા અને સંજીવકુમાર પણ સામેલ કરવામાં આવ્યા હતા. બેંચે સીબીઆઈના નિર્દેશકને એકે શર્માની બદલી તપાસ સંસ્થાની બહાર કરવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓના નામ બતાવવાનો આદેશ કર્યો છે. આ ગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાના પહેલાના બે આદેશોમાં સ્પષ્ટ સંદર્ભો આપ્યા હતા જેમાં સીબીઆઈ પાસેથી બિહાર શેલ્ટર હોમ મામલાની તપાસ કરનાર ટીમથી એકે શર્માને નહીં હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં બદલી થવાને લઇને કોર્ટ પાસેથી જોરદાર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. રાવ ઉપરાંત બેંચે સીબીઆઈના અન્ય અધિકારીઓને પણ ૧૨મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવાનો આદેશ કર્યો હતો જે ટ્રાન્સફરની પ્રક્રિયામાં સામેલ હતા.

(12:00 am IST)