Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર :રાજયમાં 10 જાન્યુઆરીથી રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ :5 કે તેથી વધુ જૂથોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાશે

સ્વિમિંગ પુલ, જિમ, સ્પા, બ્યુટી સલૂન, પ્રાણી સંગ્રહાલય, અને મનોરંજન પાર્ક બંધ રહેશે : હેર કટીંગ સલુન્સ અને મોલ્સ 50% ક્ષમતા પર કામ કરશે: થોડા અપવાદો સિવાય શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે

મહારાષ્ટ્ર સરકારે નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરી છે, રાજયમાં 10 જાન્યુઆરીથી રાત્રે 11 થી 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લદાશે અને 5 કે તેથી વધુ જૂથોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાશે, સ્વિમિંગ પુલ, જિમ, સ્પા, બ્યુટી સલૂન, પ્રાણી સંગ્રહાલય, અને મનોરંજન પાર્ક બંધ રહેશે, હેર કટીંગ સલુન્સ અને મોલ્સ 50% ક્ષમતા પર કામ કરશે, રાજ્યમાં થોડા અપવાદો સિવાય શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે

(9:05 pm IST)