Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સીબીઆઈ ઓફિસના ૬૮ કર્મચારીઓને કોરોના વળગ્યો: મુંબઈની ધારાવીમાં એકસાથે ૧૪૭ કોરોના કેસ મળી આવતા હાહાકાર

મુંબઈની "સીબીઆઈ" ઓફિસમાં ફરજ બજાવતા ૬૮ કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવેલ છે. તમામને આઇસોલેટ કરી દેવામાં આવેલ છે અને તેમના સંપર્કમાં આવેલાઓની શોધ ચાલુ છે. આ ઉપરાંત એશિયાની સૌથી મોટી અને મુંબઈની ધારાવી ઝુપડપટ્ટીમાં ૨૪ કલાકમાં ૧૪૭ નવા કોરોના કેસ આવતા ભારે ચિંતાની લાગણી ફેલાયેલ છે.

(7:04 pm IST)