Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ચૂંટણીમાં "આપ"ને વિજય મળવા છતાં ભાજપના સરબજીત કૌર ચંદીગઢના મેયર બન્યા: સિનિયર ડેપ્યુટી મેયર પદ અને ડેપ્યુટી મેયર પદ પણ ભાજપના ખાતામાં: આપને મોટી લપડાક

આપના એક કાઉન્સિલરે ભાજપને મત આપ્યો

ચંદીગઢના મેયર પદની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.  આ ચૂંટણીમાં ભાજપને ૧૪ વોટ મળ્યા હતા.  જ્યારે આમ આદમી પાર્ટીને ૧૩ વોટ મળ્યા હતા. એક મત નકારવામાં આવ્યો હતો.  આ પછી ગૃહમાં હોબાળો મચી ગયો હતો.  ભાજપની જીતથી નારાજ આપ કાઉન્સિલરો ધરણા પર બેઠા છે.

ડેપ્યુટી મેયર પદ પર પણ ભાજપનો વિજય થયો હતો.  ભાજપના કાઉન્સિલર અનૂપ ગુપ્તાને ડ્રો દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.  તેમણે આમ આદમી પાર્ટીના ડેપ્યુટી મેયર ઉમેદવાર રામચંદ્ર યાદવને હરાવ્યા હતા.

ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણીમાં બંને ઉમેદવારોને ૧૪-૧૪ મત મળ્યા હતા. તેથી ડ્રો કરવામાં આવેલ.

સિનિયર ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના ઉમેદવાર દલીપ શર્માને ૧૫ વોટ મળ્યા હતા.  આમ આદમી પાર્ટીના એક કાઉન્સિલરે ભાજપના દલીપ શર્માને વોટ આપ્યો છે.  આપના ઉમેદવાર પ્રેમલતાને ૧૩ વોટ મળ્યા છે.

(5:58 pm IST)