Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ટયુબમાંથી શીખ્યા નકલી નોટ બનાવતાઃ એક અસલી સામે ૩ નકલી નોટ આપતા

નવી દિલ્હી, તા.૮: ક્રાઈમ બ્રન્ચે શુક્રવારે ગાઝિયાબાદના કૈલાભઠ્ઠા ખાતેથી નકલી નોટો છાપનારી ટોળકીનો ખુલાસો કર્યો છે. આ ટોળકીએ ૮ મહિનામાં આશરે ૧૭ લાખ રૂપિયાની નકલી નોટો છાપી નાખી હતી. આ ટોળકીના સદસ્યોએ આશરે ૧૧ લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરી દીધી છે.
કૈલાભઠ્ઠા ખાતે એક ઘરમાં નકલી નોટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે દરોડો પાડીને ૭ લોકોની ધરપકડ કરી લીધી છે તથા ૬ લાખ ૫૯ હજારની નકલી નોટો જ કરી છે. આ ટોળકીના સદસ્યો યુટ્યુબમાંથી શીખીને નકલી નોટો બનાવી રહ્યા હતા. સીઓ સદર આકાશ પટેલના કહેવા -માણે આ ટોળકી કૈલાભઠ્ઠા ખાતે ૮ મહિનાથી સક્રિય હતી.
બાતમીના આધારે પોલીસ ટીમના એક સદસ્યએ ત્યાં જઈને નકલી નોટો લેવાનો સોદો કર્યો હતો અને આ ટોળકીનો ભાંડો ફૂટ્યો હતો. ચમન કોલોની નિવાસી આઝાદ આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હતો અને નોટો છાપવાનું કામ કૈલાભઠ્ઠા નિવાસી યુનૂસના ઘરે ચાલી રહ્યું હતું. આઝાદ, સોનુ અને યુનૂસ ત્યાં નોટોનું છાપકામ અને ફિનિશિંગ કરતા હતા.

 

(2:51 pm IST)