Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

હવે માત્ર ૮૯૯માં વિમાની યાત્રાની ઇન્ડિગોની ઓફર

૮મી જાન્યુઆરીથી ૧૦મી સુધી ઓફર ચાલશે : સ્થાનિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉપર વિમાની યાત્રી ઓફરનો લાભ લઇ શકશે : ફરવા માટેના ચાહકોને તક

નવીદિલ્હી, તા. ૮ : જે લોકો ગરમીમાં ફરવા માટેની યોજના બનાવી રહ્યા છે તેમના માટે લો કોસ્ટ ઇન્ડિ ગો દ્વારા ખાસ ઓફર લાવવામાં આવી છે. આ ઓફ આઠમી જાન્યુઆરીથી શરૂ તઇને ૧૦મી જાન્યુઆરી સુધી ચાલશે. આ હેઠળ યાત્રી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પણ ઓફરનો લાભ લઇ શકશે. તેમાં ડોમેસ્ટિક ટ્રાવેલ કરનાર લોકોને ૮૯૯ રૂપિયામાં અને ઇન્ટરનેશનલ રૂટ પર જવા માટેને ૧૩૯૯ રૂપિયાની ઓફર કરવામાં આવનાર છે. આ યાત્રા પહેલી ફેબ્રુઆરીથી લઇને ૧૫મી એપ્રિલ વચ્ચેના ગાળામાં કરવી પડશે. આ ઉપરાંત ઇન્ડીગો દ્વારા એસડીએફસ ક્રેડિટ કાર્ડ મારફતે ટિકિટ બુક કરવા પર ૧૦ ટકા સુધી કેશ બેક ઓફર આપવામાં આવનાર છે. તેમાં ડોમેસ્ટિક ફ્લાઇટ  માટે મહત્તમ ૩૦૦ રૂપિયા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે મહત્તમ ૬૦૦ રૂપિયાની કેશ બેક આપવામાં આવનાર છે. ઇન્ડીગોના ચફ કોમર્શિયલ ઓફિસર સંજય કુમારે કહ્યુ છે કે ઇન્ડીગોમાં અમારા પ્રયાસ રહે છે કે પ્રવાસઓને સારી રાહત આપીએ. સારી ઓફર લાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. પ્રવાસઓના અનુભવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કુમારે કહ્યું હતું કે, તેમને નવી ઓફરો લોંચ કરીને ખુબ ખુશી થઇ રહી છે. આ ઓફરોનો લાભ લેનાર પાસે પોતાની રજાઓની યોજના બનાવવાની તક રહેશે. છેલ્લા કેટલાક સમયથી એરલાઈન્સો પોતાના કસ્ટમરોને આકર્ષિત કરવા માટે નવી નવી યોજનાઓ લાવવામાં આવે છે. એરલાઈન્સો વચ્ચે પણ હાલમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ખાસ કરીને લો કોસ્ટ એરલાઈન્સો વચ્ચે તીવ્ર સ્પર્ધા રહેલી છે. જાણકાર લોકોનુ ંકહેવું છે કે, યાત્રીઓની વધતી સંખ્યા અને એરલાઈન્સ તરફથી સતત આવી રહેલી ઓફરોના પરિણામ સ્વરુપે ઓછી કિંમતે વિમાની યાત્રા શક્ય બની છે.

(7:39 pm IST)