Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ ( VOSAP ) : દિવ્યાંગ લોકો માટે કાર્યરત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ આર્ટ સ્પર્ધાનું આયોજન કરાયું : 45 દેશોના 2200 કલાકારોએ કૃતિઓ મોકલી

હ્યુસ્ટન : જૂન 2020 થી શરૂ કરાયેલ નોન પ્રોફિટ ' વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ ( VOSAP ) '  ના ઉપક્રમે તાજેતરમાં ગ્લોબલ આર્ટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 45 દેશોના 2200 કલાકારોએ કૃતિઓ મોકલી હતી.

સોશિઅલ મીડિયામાં વાઇરલ કરાયેલ આ કૃતિઓ 2 મિલિયન જેટલા લોકોએ નિહાળી હતી.

સ્પર્ધામાં વિજેતા નીવડેલી 24 દેશોના 50 વિજેતાઓની કૃતિને 5 ડિસેમ્બરના રોજ  વર્ચ્યુઅલ આર્ટ ગેલેરી દ્વારા પ્રદર્શિત કરાઈ હતી.

VOSAP ફાઉન્ડર શ્રી પ્રણવ દેસાઈએ જણાવ્યું હતું કે દિવ્યાંગો માટેની આ પ્રવૃત્તિ 21 મી સદીની માંગ છે.

તેમની આ સેવાઓને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બિરદાવી હતી તેવું જાણવા મળે છે.

(7:15 pm IST)