Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

જાન્યુઆરી પહેલા ૨ અને એપ્રિલ પહેલા ૪ વેકસીન મળશે

જાન્યુઆરીમાં કોવાશિલ્ડ અને કોવાકસીનનો જથ્થો ઉપલબ્ધ બનશેઃ એપ્રિલના અંત સુધીમાં લગભગ ૪ જેટલી વેકસીન ઉપલબ્ધ થશે : ભારત સરકારે જુલાઈ સુધીમાં ૩૦ કરોડ લોકોને વેકસીન આપી દેવા પ્લાનિંગ કર્યુઃ કોવાશિલ્ડ દેશની પ્રથમ સ્વદેશી વેકસીન બને તેવી શકયતાઃ પુનાવાલાએ પીએમનો માન્યો આભાર

નવી દિલ્હી, તા. ૭ :. ભારતમાં જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં કોવીડ-૧૯ની ૨ તથા એપ્રિલ સુધીમાં ૪ વેકસીન ઉપલબ્ધ બનશે. જાન્યુઆરી સુધીમાં ઓકસફોર્ડ-અસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવાકસીન જાન્યુઆરી સુધીમાં આવી જશે અને એપ્રિલના અંત સુધીમા અન્ય ૪ વેકસીન પણ ભારતમાં ઉપલબ્ધ બનશે. ૩૦ જુલાઈ સુધીમાં ભારતમાં ૩૦ કરોડ લોકોને વેકસીન આપી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ થશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોવાકસીનની વેકસીનને જાન્યુઆરી કે ફેબ્રુઆરીના પ્રારંભે મંજુરી મળી જાય તેવી શકયતા છે. આ ઉપરાંત એપ્રિલ સુધીમાં રશિયાની સ્પુટનીક-વી પણ એપ્રિલ સુધીમાં ભારતમાં આવી જશે. આવતા વર્ષના મધ્ય સુધીમાં કુલ ૪ વેકસીન ઉપલબ્ધ બનશે.

દરમિયાન સીરમના પુનાવાલાએ એક ટવીટમાં કહ્યુ છે કે વચન અનુસાર ૨૦૨૦થી પહેલા કંપનીએ પ્રથમ મેઈડ ઈન ઈન્ડીયા વેકસીનના ઈમરજન્સી યુઝ માટે એપ્લાય કરી દીધી છે. તેમણે ભારત સરકાર અને પીએમ મોદીના સમર્થન માટે તેમનો આભાર માન્યો છે. સીરમે અસ્ટ્રાજેનેકા સાથે વેકસીનના ૧૦૦ કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે.  ભારત સરકાર જુલાઈ સુધીમા ૩૦ કરોડ લોકોને વેકસીન આપવા માગે છે. સરકારને આવતા ૫ થી ૬ મહિનામાં કોવીશિલ્ડના ૪૦ કરોડ ડોઝ મળવાની આશા છે.

(3:03 pm IST)