Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ખેડૂતોના વિરોધનું સમર્થન કરવા હરિયાણાનો આ દુલ્હો લગ્ન કરવા ટ્રેકટરમાં આવ્યો

લગ્નસ્થળે મોંઘીદાટ લકઝરી કારમાં જવાને બદલે ટ્રેકટર પર જવાનું પસંદ કરતા કહ્યું : કે ભલે શહેરમાં વસવાટ કરતા હોઇએ, પણ આપણા મૂળિયા તો ગામડાના જ છે

નવી દિલ્હી તા. ૭ : દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ-પ્રદર્શનમાં એક યુવકે પોતાનું સમર્થન આગવી રીતે વ્યકત કર્યું છે અને પોતાનાં લગ્નમાં ટ્રેકટર પર જવાનું પસંદ કર્યું છે. ખેડૂતોના વિરોધને ટેકો જાહેર કરવા કર્નાલનો આ દુલ્હો ટ્રેકટર ચલાવીને લગ્નસ્થળે ગયો હતો.

હરિયાણાના કર્નાલના આ દુલ્હાએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરવા પોતાના લગ્નસ્થળે મોંઘીદાટ લકઝરી કારમાં જવાને બદલે ટ્રેકટર પર જવાનું પસંદ કરતાં કહ્યું હતું કે ભલે શહેરમાં વસવાટ કરતા હોઈએ, પણ આપણાં મૂળિયાં તો ગામડાનાં જ છે. આપણા સમાજમાં ખેડૂતોનું સ્થાન અગ્રીમ હરોળમાં જ હોવું જોઈએ. આ પગલા દ્વારા હું ખેડૂતોને મારો ટેકો જાહેર કરૃં છું.

દુલ્હાની મમ્મીનું કહેવું હતું કે 'અમે સાદાઈથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને આ રીતે બચાવવામાં આવેલા પૈસાને વિરોધ કરનાર ખેડૂતોને ભોજન પૂરું પાડતા લંગરમાં દાન કરવાનું ઠરાવ્યું હતું.'

(11:37 am IST)