Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

૨૪ કલાકમાં ૩૨,૯૮૧ નવા કેસ, ૩૯૧ દર્દીઓનાં મોત

કોવિડ-૧૯ સામે લડતાં ૧,૪૦,૫૭૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો, હાલ ૩,૯૬,૭૨૯ એકિટવ કેસ

નવી દિલ્હી,તા.૭ : દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં આંશિક રાહત જોવા મળી રહી છે. છેલ્લા થોડાક દિવસથી ૨૪ કલાકમાં સામે આવતા કેસો ૪૦ હજારથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પર અંકુશ જોવા મળી રહ્યો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૨,૯૮૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૯૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૬,૭૭,૨૦૩ થઈ ગઈ છે.

 

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૧ લાખ ૩૯ હજાર ૯૦૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૯,૧૦૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૯૬,૭૨૯ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૦,૫૭૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 

 ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૪,૭૭,૮૭,૬૫૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૮,૦૧,૦૮૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે

 ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪૫૫ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪૮૫ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ ના કારણે ૧૭ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૦૮૧ થયો છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૨,૧૮,૭૮૮ નોંધાયા છે. જેમાંથી એકિટવ કેસ ૧૪,૬૯૫ છે. આજે રાજયમાં કુલ ૬૯,૩૧૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૧.૪૨ ટકા છે.

મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ઘટતા જતા કોરોના કેસ સાથે દેશમાં સર્વોચ્ચ ક્રમ ઉપર આવે છે : અમદાવાદમાં ૨૯૧ કેસ : કોરોના કેસમાં ગુજરાત હવે દેશમાં આઠમા ક્રમે પહોંચી ગયું

કેરળ       :    ૪,૭૭૭

મહારાષ્ટ્ર   :    ૪,૭૫૭

પશ્ચિમ બંગાળ   :        ૩,૧૪૩

દિલ્હી       :    ૨,૭૦૬

રાજસ્થાન  :    ૨,૦૮૯

ઉત્તરપ્રદેશ :    ૧,૯૩૨

હરિયાણા   :    ૧,૪૯૮

ગુજરાત    :    ૧,૪૫૫

મધ્યપ્રદેશ :    ૧,૪૫૫

કર્ણાટક     :    ૧,૩૨૧

તામિલનાડુ :    ૧,૩૨૦

છત્તીસગઢ  :    ૧,૨૨૯

પંજાબ      :    ૮૦૨

મુંબઈ      :    ૭૮૬

બેંગ્લોર     :    ૭૩૩

આંધ્રપ્રદેશ  :    ૬૬૮

તેલંગણા   :    ૬૨૨

બિહાર      :    ૫૮૫

હિમાચલપ્રદેશ   :        ૫૫૩

જમ્મુ કાશ્મીર    :        ૫૩૧

તેલંગણા   :    ૫૧૭

પુણે        :    ૪૯૭

જયપુર     :    ૪૮૧

ઉત્તરાખંડ   :    ૪૨૪

ઓડીશા    :    ૩૯૩

ચેન્નાઇ      :    ૩૪૬

અમદાવાદ :    ૨૯૧

મણીપુર    :    ૨૧૬

ગોવા       :    ૧૧૨

ચંદીગઢ    :    ૧૦૧

આસામ    :    ૯૭

ઝારખંડ     :    ૯૨

મેઘાલય   :    ૭૩

લદ્દાખ      :    ૫૩

અમેરીકામાં આજે પણ ૨૪ કલાકમાં પોણા બે લાખ કોરોના કેસ નોંધાયા

અમેરીકા        :     ૧,૭૩,૮૬૧ નવા કેસો

ભારત          :     ૩૨,૮૬૧ નવા કેસો

રશિયા         :     ૨૯,૦૩૯ નવા કેસો

બ્રાઝીલ         :     ૨૬,૩૬૩ નવા કેસો

ઈટાલી         :     ૧૮,૮૮૭ નવા કેસો

ઈંગ્લેન્ડ         :     ૧૭,૨૭૨ નવા કેસો

જર્મની         :     ૧૪,૭૫૦ નવા કેસો

ફ્રાન્સ           :     ૧૧,૦૨૨ નવા કેસો

કેનેડા           :     ૬,૨૬૧ નવા કેસો

બેલ્જીયમ       :     ૨,૫૦૩ નવા કેસો

જાપાન         :     ૨,૪૨૪ નવા કેસો

યુએઈ          :     ૧,૧૫૩ નવા કેસો

સાઉથ કોરીયા  :     ૬૩૧ નવા કેસો

હોંગકોંગ        :     ૯૫ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :     ૯ નવા કેસ

દેશમાં ઝડપભેર કોરોના કેસો ઘટવા લાગ્યા, જયારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડી : આજે સવાર સુધીમાં દેશમાં નવા ૩૨ હજારથી વધુ કેસ અને ૩૯૧ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :     ૩૨,૯૮૧ કેસો

નવા મૃત્યુ      :     ૩૯૧

સાજા થયા     :     ૩૯,૯૦૧

કુલ કોરોના કેસો     :   ૯૬,૭૭,૨૦૩

એકટીવ કેસો   :     ૩,૯૬,૭૨૯

કુલ સાજા થયા :     ૯૧,૩૯,૯૦૧

કુલ મૃત્યુ       :     ૧,૪૦,૫૭૩

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૮,૦૧,૦૮૧

કુલ ટેસ્ટ        :     ૧૪,૭૭,૮૭,૭૬૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :     ૧,૫૧,૫૯,૫૨૯ કેસો

ભારત          :     ૯૬,૭૭,૨૦૩ કેસો

બ્રાઝીલ         :     ૬૬,૦૩,૫૪૦ કેસો

(2:52 pm IST)