Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ખેડૂતો આંદોલન માટે નોઇડાથી દિલ્હી તરફ કૂચ ઉપર નિકળ્યા

ખેડૂતોને રોકવા માટે કાલિંદીકુંજમાં પોલીસ બળ તૈનાત : ડીએનડી અને કાલિંદી કુંજ પર અમારી ગાડીઓ ઉભી છે અને મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે : ડીસીપી રાજેશ એસે

નવી દિલ્હી,તા. : કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનૂનો સામે ખેડૂતોનું આંદોલન રવિવારે ૧૧માં દિવસે પણ યથાવત્ છે. દિલ્હીની અલગ-અલગ સરહદો પર ધરણા આપી રહેલા ખેડૂતોને સમર્થન આપવા માટે ભારતીય કિસાન સંઘ લોક શક્તિના સભ્યોએ નોઇડામાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળથી દિલ્હી તરફથી કૂચ શરૂ કરી દીધી છે. ખેડૂતો કિસાન કાલિંદી કુંજના રસ્તે દિલ્હી તરફથી આગળ વધવાના છે. જેને જોતા ભારે સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરીને બેરિકેડિંગ લગાવવામાં આવી છે. સાઉથ દિલ્હીના ડીસીપી રાજેશ એસે કહ્યું છે કે ડીએનડી અને કાલિંદી કુંજ પર અમારી ગાડીઓ ઉભી છે અને મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે. જોકે અમે અપીલ કરીશું કે ખેડૂતો આગળ વધે. ભારતીય કિસાન યૂનિયનના બેનર નીચે દિલ્હી જઈ રહેલા ખેડૂતો ફરીદાબાદના અજરોંદા ચોક વસંત વાટિકામાં રાત્રી વિશ્રામ પછી દિલ્હી-ફરિદાબાદ બોર્ડર માટે નીકળ્યા હતા. જોકે ફરિદાબાદ પોલીસે તેમને બદરપુર ફ્લાયઓવર પહેલા રોકી દીધા હતા.

પછી ખેડૂત નેતાઓએ ચેતવણી આપતા કહ્યું હતું કે તે પ્રશાસનની દરેક વાત માનતા પગપાળા ચાલી રહ્યા છે. જોકે પ્રશાસને તેમને કારણ વગર રોકી દીધા પણ તે કોઈપણ સ્થિતિમાં ફરિદાબાદ બોર્ડર જઈને રહેશે. કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી વિપક્ષ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા કહ્યું કે, એમએસપી આગળ પણ ચાલુ રહેશે, ખેડૂતોને કોઈની વાતમાં આવી જવાની જરૂર નથી. પીએમ મોદી જે કહે છે તેવું થાય છે. એમએસપી વિશે લેખિત પણ આપી શકીએ છીએ. તેમણે કહ્યું કે, સ્વામીનાથન આયોગમાં પણ ભલામણો કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોનું હિત છે. કાયદો ખેડૂતોના હિતમાં છે. સરકારે કહ્યું છે કે સંશોધનની આવશ્યક્તા હશે તો કરીશું. સંશોધનની શક્યતા હશે તો વિચાર કરાશે.

(12:00 am IST)