Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પાકિસ્‍તાનના ગુંજરવાલા વિસ્તારમાં મોહમ્‍મદ અવૈસ ૨૭ કાતરનો ઉપયોગ કરીને વાળ કાપે છેઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

તમે વાળ કપાવવા જતા હશો તો તમે જોયું હશે કે વાળંદ એક હાથમાં કાતર અને બીજા હાથમાં કાંસકો પકડીને વાળ કાપે છે. એવું બની શકે કે વાળંદ ટેલેન્ટેડ હોય તો એક હાથમાં બે કાતર લઈને વાળ કાપે પરંતુ કોઈ કહે કે એક વાળંદ એવો છે જે એકસાથે 27 કાતર પકડીને લોકોના વાળ કાપે છે તો તમે વિશ્વાસ કરશો? તમે માનો કે ના માનો પણ હકીકત છે.

પાકિસ્તાનના ગુંજરવાલા વિસ્તારમાં રાહવાલી કેન્ટ વિસ્તારમાં રહેતો મોહમ્મદ અવૈસ આજકાલ વાળ કાપવાની અનોખી સ્ટાઈલના કારણે ચર્ચામાં છે. મોહમ્મદની ખાસિયત છે કે તે ગ્રાહકોના વાળ કાપતી વખતે એકસાથે 27 કાતરનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર મોહમ્મદનો વીડિયો આવ્યા બાદ તે ખૂબ પોપ્યુલર થઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, 26 વર્ષના મોહમ્મદે 6 મહિના પહેલા પોતાનું સલૂન ખોલ્યું છે. એકવાર વાળ કાપવાના તે લગભગ 250 રૂપિયા લે છે.

લોકપ્રિય થયા બાદ વિશે મોહમ્મદનું કહેવું છે કે, મને હંમેશા વાતનો ગર્વ છે હું અન્યો કરતાં કંઈક અલગ કરવા માટે સક્ષમ છું. શરૂઆતમાં મારા સલૂનમાં ઓછા લોકો આવતાં હતા પણ હવે સંખ્યા ખૂબ વધી ગઈ છે. મોહમ્મદ છેલ્લા 10 વર્ષથી વાળ કાપવાના પ્રોફેશનમાં છે. તેણે ઈરાનમાં ટ્રેનિંગ લીધી અને બાદમાં ઈટાલીમાં કામ કરવા લાગ્યો. મોહમ્મદે કહ્યું, “27 કાતર એકસાથે પકડવી સરળ નથી. માટે પ્રેક્ટિસ અને અનુભવની જરૂરી છે.”

(5:38 pm IST)
  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST