Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

શરદ યાદવના નિવેદનથી હું અપમાનિત ;મહિલાઓનું પણ કર્યું અપમાન ;વસુંધરા રાજે

શરદ યાદવની વિવાદી ટિપ્પણી મામલે વસુંધરા રાજે આપી પ્રતિક્રિયા

શરદ યાદવે કરેલી વિવિદિત ટિપ્પણી બાદ રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ પ્રતિક્રિયા આપી છે વસુંધરા રાજેએ જણાવ્યુ હતુ કે, શરદ યાદવે આપેલા નિવેદન અંગે ચૂંટણી પંચે ધ્યાન દોરવુ જોઈએ. આ પ્રકારના નિવેદનથી હું અપમાનિત થઈ છું. શરદ યાદવે મહિલાઓનું પણ અપમાન કર્યુ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે શરદ યાદવે એક જનસભામાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, રાજસ્થાનમાં વસુંધરા રાજેને આરામ આપવો જોઈએ. તેઓ હવે થાકી ગયા છે અને બહુ જાડા થઈ ગયા છે. શરદ યાદવના આ પ્રકારના નિવેદન બાદ વિવાદ પણ થયો છે.

(1:55 pm IST)