Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા પકડાયો 1080 પેટી દારૂ

ટોટગઢમાં મતદારોને દારૂની સપ્લાઈ થતી હોવાની બાતમીને આધારે પોલીસે કરી કાર્યવાહી

રાજસ્થાનના અજમેર જિલ્લામાં યોજાઈ રહેલ મતદાનના કારણે વ્યવસ્થાઓ કડક કરી દેવામાં આવી છે.મતદાન પહેલા ગુરુવારે જિલ્લા પોલિસ સુપ્રિટેન્ડન્ટ રાજેશ સિંહને સૂચના મળી કે ટૉટગઢમાં ઉમેદવાર દ્વારા દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે. એવામાં તેમણે પોલિસની ટીમને સ્થળ પર મોકલીને તરત જ 1080 પેટી દારૂ જપ્ત કરાવ્યો.

  જિલ્લા પોલિસ સુપ્રિટેન્ડન્ટ રાજેશ સિંહે જણાવ્યુ કે ટૉટગઢ ક્ષેત્રમાં ઉમેદવાર દ્વારા મતદારોને દારૂ સપ્લાય કરવાની સૂચના મળી હતી. પોલિસ સુપ્રિટેન્ડન્ટના આદેશ પર પોલિસની ટીમ તરત જ બરાર રોડ સ્થિત એક મકાન પર પૂછપરછ કરી તો પ્રકાશ નગરા નામના વ્યક્તિએ પોતાને લાયસન્સધારી દારૂ વિક્રેતા ગણાવ્યો અને જપ્ત દારૂ પોતાની હોવાની વાત કરી. પોલિસે દારૂને જપ્ત કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.

(12:59 pm IST)