Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઇન્કમ ટેક્ષ રીફંડ કરદાતાઓએ બહુ રાહ જોવી પડશે

નાણાકીય ઘટને નિયંત્રણમાં રાખવા સરકારે ૧ લાખ કરોડથ વધારેના રીફંડો રોકયા

નવી દિલ્હી તા.૭: આવકવેરા કરદાતાઓએ પોતાના રીફંડ માટે લાંબી રાહ જોવી પડશે. તેમને પોતાના રીફંડ આવતા નાણાકીય વર્ષના આરંભમાં એટલે કે એપ્રિલ મહિનામાં મળે તેવું પણ બની શકે છે. સુત્રો અનુસાર, નાણાકીય ખાદ્યને નિયંત્રણમાં રાખવા માટે સરકારે લગભગ ૧ લાખ કરોડથી વધારેના રીફંડને રોકવાની યોજના બનાવી છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન નાણાકીય ખાદ્યને જીડીપીના પરિપ્રેક્ષ્યમાં ૩.૩ ટકા સુધી રાખવા માગે છે. એના માટે જરૂરી છે કે આવક અને ખર્ચ વચ્ચેનું અંતર નક્કી કરેલી મર્યાદામાં રહે અને વધારે પડતું ન વધે.

સુત્રો અનુસાર, આવું કરવાથી હવે એ લોકોને ઇન્કમ ટેક્ષ રીફંડ હમણાં નહીં મળે જેમનું રીફંડ પેન્ડિંગ છે. તેમના રીફંડની ચુકવણી આવતા એપ્રિલમાં કરાશે. સુત્રોનું કહેવું છે કે જીએસટીનું કલેકશન ધારણા મુજબ ન થતા સરકારે આ પગલું લેવું પડયું છે. સરકારને આશા અને કોશિષ હતી કે જીએસટીનું કલેકશન દર મહિને ૧ લાખ કરોડથી વધારે આવશે પણ એવું નથી થઇ રહયું. જીએસટી અમલી બન્યા પછી ફકત એક મહિનો જ જીએસટીનુ કલેકશન ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે થયું હતું બાકીના મહિનાઓમાં તે ૧ લાખ કરોડથી ઓછું રહયું.

(10:30 am IST)
  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST