Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઈરાનથી આયાત થતા કાચા તેલની ચુકવણી રૂપિયામાં કરશે ભારત : બંને દેશોએ સહમતી માટેના MoU કર્યા

180 દિવસની છૂટ દરમિયાન વધારેમાં વધારે 3 લાખ બેરલ આયાત કરી શકશે

 

નવી દિલ્હી :ભારતે કાચા તેલની ખરીદીની ચૂકવણી ભારતીય ચલણ રૂપિયામાં કરવા માટે ઇરાન સાથે કરાર કર્યા છે. અમેરીકાએ ભારત અને અન્ય 7 દેશોને પ્રતિબંધ છતા ઇરાન પાસેથી કાચુ તેલ ખરીદવાની છૂટ આપી છે. ઇરાન પર પ્રતિબંધ 5 નવેમ્બરથી લાગૂ થયો છે. જે બાદ રૂપિયામાં ચૂકવણી માટે સહમતી માટેના MoU કરવામાં આવ્યા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતીય રિફાઇનરી કંપનીઓ, નેશનલ ઇરાનિયન ઓઇલ કંપનીના બેંક એકાઉન્ટમાં ભારતીય રૂપિયામાં ચૂકવણી કરશે. જેમાંથી અડધી રકમ ઇરાનને ભારત દ્વારા નિકાસ કરવામાં આવેલી વસ્તુના બદલામાં ચૂકવવામાં આવશે. અમેરીકાના પ્રતિબંધ હેઠળ ભારત દ્વારા ઇરાનને અનાજ, દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ કરવામાં આવી શકે છે.

180 દિવસની છૂટ દરમિયાન ભારત પ્રતિદિવસ ઇરાન પાસેથી વધારેમાં વધારે 3 લાખ બેરલ કાચા તેલની આયાત કરી શકશે. વર્ષે ભારતના ઇરાન પાસેથી કાચા તેલની સરેરાશ આયાત 560,000 બેરલ પ્રતિદિવસ રહી છે.

 

(12:00 am IST)
  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • સુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST