Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મહેસાણાના નંદાસણ પાસે એસટી બસનું અપહરણ :લૂંટારૃઓ ત્રણ આંગડિયા પેઢીના કર્મચારીઓને રિવોલ્વરની અણીએ લૂંટીને ફરાર :એક કરોડથી વધુની લૂંટ

પાલનપુરથી અમદાવાદ જતી એસટી બસ 9 જેટલા હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા

 

મહેસાણા જીલ્લાના નંદાસણ પાસે એસ બસનું અપહરણ કરીને હથિયાર ધારી લૂંટારૂઓએ 1 કરોડથી વધુના મુદ્દા માલની લૂંટ ચલાવી ફરાર થયા છે લૂંટની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે .

   જાણવા મળતી વિગત મુજબ પાલનપુરથી અમદાવાદ જતી એસટી બસને લૂંટારૂઓએ હાઈજેક કરી રૂપિયા એક કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ હથિયાર સાથે મુસાફરના સ્વાંગમાં બસમાં ચઢી ગયા હતા, અને મહેસાણા જીલ્લાના નંદાસણ નજીક ચાલુ બસે ત્રણ આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે.

   મળતી વિગત મુજબ  પાલનપુરથી અમદાવાદ એસટી બસ જઈ રહી હતી. બસમાં વસંત અંબાલાલ, જયંતી સોમા અને એચ પ્રવિણ આંગડીયા પેઢીના કર્મચારીઓ પણ પોતાના પાર્સલ લઈ જઈ રહ્યા હતા. તે સમયે મુસાફરના સ્વાંગમાં બેઠેલા 9 જેટલા હથિયારધારી લૂંટારૂઓએ નંદાસણ નજીક ત્રણે આંગડીયા પેઢીના કર્મચારીઓને રિવોલ્વરની અણીએ લૂંટી લેવામાં આવ્યા છે.

(12:38 am IST)