Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સુબોધના કુટુંબના સભ્યો મુખ્યમંત્રી યોગીને મળ્યા

તમામ મદદ કરવાની મુખ્યમંત્રી યોગીએ ખાતરી આપી : પરિવારને અસામાન્ય પેન્શન, એક સભ્યને નોકરી આપવા અને માર્ગનુ નામ શહીદ સુબોધના નામે રાખવાની ખાતરી

લખનૌ,તા. ૬ : પશ્ચિમ ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં ભીડની હિંસામાં શહીદ થયેલા પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહના પરિવારના સભ્યો આજે સવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મળવા માટે પહોંચ્યા હતા. શહીદ ઇન્સ્પેક્ટરના પરિવારના સભ્ય સવારે ૯.૩૦ વાગે  મુખ્યપ્રધાનના આવાસ પર પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મુખ્યપ્રધાન યોગીએ તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી. સાથે સાથે દોષિતોને કોઇ કિંમતે નહીં છોડવાની ખાતરી આપી હતી. મુખ્યપ્રધાને પરિવારને અસામાન્ય પેન્સન, એક સભ્યને નોકરી આપવા અને શહીદ સુબોધના નામ પર જૈથરા કુરાવલી માર્ગનુ નામ રાખવાની પણ ખાતરી આપી હતી. સાથે સાથે સુબોધે હોમ લોન આશરે ૩૦ લાખ રૂપિયા લીધી હતી. આ હોમલોનની ચુકવણી પણ હવે સરકાર દ્વારા કરવામાં આવનાર છે. ઇન્સ્પેક્ટર સુબોધસિંહના પુત્રોના અભ્યાસ ઉપર થનાર ખર્ચની રકમ પણ ઉત્તરપ્રદેશ સરકાર જ ચુકવશે. આ ઉપરાંત ડીજીપી ઓફિસની તેમના બાળકોની સિવિલ સર્વિસના કોચિંગમાં મદદ કરવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ પહેલાથી જ પરિવારને ૫૦ લાખ રૂપિયાની રાહત રકમ આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીને મળવા માટે ઇન્સ્પેક્ટર સુબોધના પત્નિ રજની, તેમના પુત્રો અને બહેન પહોંચ્યા હતા. યોગીએ પરિવારને કઠોર કાર્યવાહીની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે, કોઇને પણ છોડવામાં આવશે નહીં. ત્રણ ટીમો કામ કરી રહી છે. પત્નિએ મુખ્યમંત્રીને તમામ બાબતો અંગે માહિતી આપી હતી. સુબોધકુમારની બહેને પણ પોલીસ ઉપર અગાઉ ગંભીર આક્ષેપો કર્યા હતા. ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં સોમવારના દિવસે ગૌહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસા બાદ હજુ સ્થિતી વિસ્ફોટક રહી છે.  બીજી બાજુ પોલીસ દ્વારા વ્યાપક દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે. પોલીસે તપાસને વધારે ઝડપી બનાવીને હજુ સુધી બે લોકોની ધરપકડ કરી છે. બીજી બાજુ હિંસાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ૮૭ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. જુદી જુદી ટીમો સક્રિય થઇ છે. પોલીસે આજે કહ્યું હતું કે, છ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે તપાસ કરી રહી છે. આ મામલામાં મુખ્ય આરોપી તથા બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. યોગેશ રાજ મુખ્ય આરોપી છે તેના ઉપર એફઆઈઆરમાં હિંસા ભડકાવવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. ઘટનાના ગાળા દરમિયાન સુબોદકુમાર સિંહે તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે માન્યો ન હતો. આરોપીએ હિંસા ભડકાવી હતી. યોગેશ રાજને હજુ પકડી પાડવામાં આવ્યો નથી. યોગેશ રાજ પહેલા પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ૨૦૦૬માં યોગેશ બજરંગ દળમાં જિલ્લા સંયોજક બન્યો હતો. વહીવટીતંત્ર દ્વારા જુદી જુદી ટીમો રોકીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ૨૭ લોકોના નામનો ઉલ્લેખ છે જ્યારે અન્ય ૬૦ લોકો વણઓળખાયેલા લોકો પણ રહેલા છે. આ હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહ શહીદ થયા હતા.

 મુખ્યમંત્રી યોગીએ શું ખાતરી આપી

*   બુલંદશહેર હિંસામાં ભીડનો શિકાર થયેલા ઇન્સ્પેક્ટર સુબોધકુમારના પરિવારના સભ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા ત્યારે મુખ્યમંત્રીએ અનેક ખાતરી આપી

*   પરિવારને અસામાન્ય પેન્શન આપવાની ખાતરી

*   પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની ખાતરી

*   શહીદ સુબોધના નામ ઉપર જેધરા કુરાવલી માર્ગનું નામ રાખવાની ખાતરી આપી

*   સુબોધની હોમલોન ૩૦ લાખ રૂપિયાની ચુકવણી પણ સરકાર કરશે

*   સુબોધના પુત્રોના અભ્યાસમાં લોન પણ સરકાર ચુકવશે

*   બાળકોની સિવિલ સર્વિસની કોચિંગમાં મદદ કરાશે

*   પરિવારને ૫૦ લાખ રૂપિયાની રકમની જાહેરાત પહેલાથી જ કરી ચુકી છે

(8:12 pm IST)
  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • વડોદરા જિલ્લાનાવાઘોડિયા તાલુકામાં ફાર્મહાઉસ માં દરોડો પાડીનેવસવેલ ગામની સીમમાં ફાર્મહાઉસ માં દારૂની મેહફીલ માણતા૧૪ નબીએનોની વાઘોડિયા પોલીસે કરી ધરપકડ18 લક્ઝરી કારો સહીત લાખથી વધુનોમુદામાલ કબજે કર્યો છે access_time 3:56 pm IST