Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કોલકાતામાં રથયાત્રા પહેલા ભાજપને બીજો ઝટકો:ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો

હુમલા બાદ કાર્યકરો કોલકાતાની સડકો પર ઉતરી આવ્યા

કોલકાતા હાઈકોર્ટે તરફથી ભાજપને ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહની રથયાત્રા પર રોક લગાવી છે.આ મામલે વધુ સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.બીજીતરફ રથયાત્રા પહેલા પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે તેઓ ભાજપની રથયાત્રા અંતર્ગત ખાલીસામારીમાં જનસભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

  પાર્ટી અધ્યક્ષ પર થયેલા હુમલા બાદ કાર્યકરો કોલકાતાની સડકો પર ઉતરી આવ્યા હતા. ભાજપે તેમના પ્રદેશ અધ્યક્ષ પર ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે ટીએમસીના કાર્યકરો કાળા ઝંડા લઈને જોવા મળ્યા હતા. અને પરત જાઓના નારા લગાવતા હતા. અને હુમલો કર્યો હતો. બાદમાં પોલીસે દિલીપ ઘોષને એસ્કોર્ટ કરીને જનસભા સુધી પહોંચાડ્યા હતા.

(7:47 pm IST)
  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST