Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

નવા વર્ષથી વિમાનમાં યાત્રિકોને ઈન્ટરનેટની ભેટ મળશે

કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિંહાએ નિયમોની પ્રક્રિયાને અંતિમ રૂપ અપાયું

નવી દિલ્હી તા. ૬ : હવાઈ યાત્રીઓને સરકાર વર્ષથી દરમ્યાન વિમાનમાં ફોમ કોલ અને ઇન્ટરનેટ ઉપયોગની ભેટ આપવા જઈ રહી છે. કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે ઉડાન દરમ્યાન ઈન્ટરનેટ કનેકિટવિટીને નિયમોના પ્રારૂપને સંચાર વિભાગે અંતિમ રૂપ આપ્યું છે.આશા છે કે આવતા વર્ષની શરૂઆતથી તેને લાગુ કરી દેવામાં આવે.

ઙ્ગ સિન્હાએ કહ્યું કે નિયમોના બિલને વિધિ મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું છે. જયાં થી ૧૦ દિવસોની અંદર મંતવ્યો અને સંશોધનોની સાથે તૈયાર પ્રારૂપ પાછા આવવાની શકયતા છે. ત્યારબાદ આવતા વર્ષના પ્રારંભે નિયમોને અંતિમ રૂપ આપવામાં આપીને અધિસૂચિત કરવાની સંપૂર્ણ આશા છે.નવો નિયમ લાગુ થયા બાદ હવાઈ યાત્રીઓને ઉડાન દરમ્યાન દેશની અંદર ફોન કરવા અને ઈન્ટરનેટ ઉપયોગની છૂટ મળી જશે.હાલમાં વિશ્વના અનેક દેશોમાં ઉડાન દરમ્યાન વિમાનમાં ઈન્ટરનેટ સેવા અનુમતિ છે.પરંતુ ભારતીય વાયુ ક્ષેત્રમાં કોઈ પણ સ્વદેશી અથવા વિદેશી વિમાન સેવા કંપનીની ઉડાનમાં ઈન્ટરનેટ સુવિધા આપવાની અનુમતિ નથી.(૨૧.૧૫)

(12:07 pm IST)
  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST

  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST