Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પ્રમુખ સ્વામીની કૃપા અપરંપાર વરસે છેઃ પૂ.મહંત સ્વામી

આપણે પૂ. પ્રમુખ સ્વામીજીના દર્શાવેલા માર્ગે ચાલીએ, તેમનું જીવન પરોપકારી અને ભવ્ય હતું: પૂ. મહંત સ્વામીજીનું ભાવવિભોર પ્રવચન

આરતીનો લાભ લેતા મુખ્યમંત્રી : પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાઆરતીનો લાભ લીધો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. પ :.. પૂ. પ્રમુખ સ્વામીજીના ૯૮ માં જન્મ જયંતી મહોત્સવના મંગલારંભ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામીજીએ ભાવવિભોર પ્રવચન આપ્યું છે.

પૂજયશ્રીએ જણાવ્યું હતું કે, મને ચારે બાજુ સહકારની ભાવના જ નજરે પડે છે. ઉત્સવમાં બધા એકબીજાને સહયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ કમાલ કરી છે. મહોત્સવ માટે તેઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે. વિજયભાઇએ વ્યકિતગત રસ લઇને મહોત્સવની શોભા વધારી છે.

પૂ. મહંત સ્વામીજીએ જણાવ્યું હતું કે સ્વયંસેવકોએ રાત્રી-દિવસ એક કરીને મહોત્સવ સ્થળને નગર બનાવી દીધું છે. આ બધાની મહેનતથી ખૂબ જ સરસ આયોજન થયું છે.

પૂ. પ્રમુખ સ્વામીજી બીજાના સુખમાં મારું સુખનો ભાવનાથી જીવન જીવ્યા હતા નાત-જાતના ભેદભાવ વગર તેઓ અન્યને ઉપયોગી થતા હતાં. તેઓ સલાહ આપતા હતા અને લેતા પણ હતાં. એમનું જીવન ભવ્ય હતું. તેમ જણાવીને પૂ. મહંત સ્વામીજીએ કહ્યું હતું કે, આપણે બધાએ પ્રમુખ સ્વામી મહારાજના ચીલે ચાલવું જોઇએ અહીં પ્રમુખ સ્વામીજીમહારાજની કૃપા અપરંપરા વરસે છે. આપણે એમની કૃપા ઝીલીને ધન્ય બનીએ.

શ્રી અક્ષર પુરૂષોતમનો નાદ,  ગગનમાં ગુંજે છે....

ગુંજે છે રે,ગુંજે છે. અક્ષર પુરૂષોતમનો નાદ ગુંજે છે

રાજકોટ મંદિર દ્વિદશાબ્દી ઉજવાય છે,

સંતો-સત્સંગીઓની જયાં હાજરી છે મોટી,

સ્વામિનારાયણ નગરની ભવ્યતા નિહાળી રે....

મહંત સ્વામીના દર્શન કરવાને,

ઉત્સાહ-ઉમંગે ભકતો આવતા રે....

કિર્તન-ભકિતનો જયાં સત્સંગ છે, અલોૈકિક,

જ્ઞાન-ભકિતને સંગાથે પાવન થઇએ રે....

શ્રીજીની બાળલીલા અને વનવિચરણના દર્શન,

દર્શન કરી સત્સંગીઓ, ધન્ય બને રે....

આનંદ ઉત્સવના અલોૈકિક સથવારે,

જ્ઞાન-ગંગાની સરવાણીએ પૂણ્ય પામે રે....

શ્રી મહંત સ્વામીની આજ્ઞા-નિશ્રામાં,

સંતો સંગાથે મહોત્સવ ઉજવાય છે રે....

યજ્ઞ-નારાયણના દર્શનમાં, ભકતોની ભીડ છે,

સુખ-શાંતિ, સમૃદ્ધિ પામે છે રે....

ઉત્સવનો લાભ લેવા સૌ આળસ છોડીને,

પાવન થવા હરખભેર જઇએ રે....

ગુરૂ-પ્રમુખ સ્વામીનું ઋણ ચુકવવા,

હદયાંજલિ આપી આશિષ મેળવીએ રે....

નૃત્ય નાટિકા-લોકસાહિત્યની લાણી છે,

રંગબેરંગી લાઇટો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો,

નૃત્ય-સંવાદ અને દીપકો સંગાથમાં રે....

ભારતીય સંસ્કૃતિની જયાં ભવ્ય ઝાંખી છે,

આનંદ મનોરંજનની મોજ બહુ મોટી રે....

વંદનીય સંતોની પ્રતિમાની પ્રેરણા,

પ્રદર્શન ખંડોનું આકર્ષણ અલોૈકિક રે....

નવ યુવાનો સંત-દીક્ષા લઇ, ધન્ય બને છે,

આખુ જીવન શ્રીજીને અર્પણ કરે રે....

રંગીલુ રાજકોટ સૌને આમંત્રીત કરે છે,

ચાલો સૌ જોવા જઇએ, સ્વામિનારાયણ નગરને રે....

મહોત્સવ મહાલી, સંત-આજ્ઞાએ મૈત્રીભાવ જગાવીએ,

કહે 'જગદીશ' શ્રીજીના વ્હાલા થઇએ..રેે....

જગદીશ ગી.કાચા

(12:00 am IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • વડોદરા જિલ્લાનાવાઘોડિયા તાલુકામાં ફાર્મહાઉસ માં દરોડો પાડીનેવસવેલ ગામની સીમમાં ફાર્મહાઉસ માં દારૂની મેહફીલ માણતા૧૪ નબીએનોની વાઘોડિયા પોલીસે કરી ધરપકડ18 લક્ઝરી કારો સહીત લાખથી વધુનોમુદામાલ કબજે કર્યો છે access_time 3:56 pm IST