Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

યોગીમાં હિંમત હોય તો હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે :ઔવેસીએ ફેંક્યો પડકાર

દેશમાં જાતિ આધારિત અનામત શા માટે ?: અમે જમીન છોડશું નહીં :તમારી સામે લડશું અને હરાવીશું :ચીન સામેની લડાઈમાં નિઝામે પોતાનું સોનું આપ્યું હતું યોગીના ગોરખપુરના દવાખાનામાં દવાઓ અને ઓક્સિજનનો અભાવ

હૈદરાબાદઃ ઓલ ઈન્ડિયા મજલીસ એ ઈત્તાહાદુલ અલ મુસ્લિમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દિન ઔવૈસીએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પડકાર ફેક્ટ કહ્યું કે તેઓ હૈદારબાદમાંથી તેમની સાથે ટક્કર લેવાનો પ્રયત્ન ન કરે. મલકપેટમાં એક સભાને સંબોધતા તેણે કહ્યું કે છે, કોઈ પણ વ્યક્તિ દેશના કોઈ પણ મુસ્લિમને તેમની જમીન છોડીને જવા માટે ન કહે. વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, યોગીના એ નિવેદન પાછળ નરેન્દ્રભાઈ  મોદી જવાબદાર છે. યોગીએ નિવેદન કર્યું હતું કે, ભાજપ સત્તા પર આવશે તો નિઝામની માફક ઔવૈસીએ પણ હૈદરાબાદ છોડીને ભાગવું પડશે.

    ઔવૈસીએ ઉમેર્યું હતું કે, જો હૈદરાબાદમાં અમારી સાથે ટક્કર લેશો તો તમારે તમારા માથા કપવવા પડશે. જોકે, આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે તેણે અનામતના મુદ્દે સવાલ કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જાતિના આધારે અનામત શા માટે? આ વાત ગુર્જરો અને જાટને પણ લાગુ પડે છે. અમને અનામત પર આધારિત ધર્મ જોઈતો નથી, અમે આર્થિક અને સામાજિક રીતે પછાત મુસ્લિમો છીએ.

  આ પહેલા અકબરુદ્દિને કહ્યું હતું કે, યોગી પાસે અમને પાકિસ્તાન મોકલવાની કોઈ ક્ષમતા નથી. વિધાનસભા ક્ષેત્ર ગોશમહલમાં સભા સંબોઘતા યોગીએ નિઝામવાળું નિવેદન આપ્યું હતું.
  અકબરુદ્દિને કહ્યું હતું કે, અમે અમારી જમીન છોડીને જવાના નથી. અજમેર, તાજ મહેલ અને કુતુબ મિનાર, ચાર મિનાર અને જામા મસ્જિદની ધરતી છોડીને જઈશુ નહીં. તમારી સાથે લડીશું અને હરાવીશું. જોકે, પહેલા અસુદુદ્દિન ઔવૈસીએ ઉત્તર પ્રદેશના ગોરખપુર વિશે કહ્યું હતું કે, યોગીને પોતાના ક્ષેત્રની કોઈ ફીકર નથી. ગોરખપુરમાં દર વર્ષે અનેક બાળકો બીમારીને કારણે જીવ ગુમાવી રહ્યા છે.
   ઔવૈસીએ યોગીના નિવેદન પર કહ્યું હતું કે, હૈદરાબાદમાં અરાજકતા ફેલાવવાની કોઈને મંજૂરી નથી. ભાજપ અરાજકતા ન ફેલાવે. કોંગ્રેસ અને ભાજપ ધર્મના આધારે રાજનીતિ કરી રહ્યા છે. નિઝામ હૈદારબાદ છોડીને ભાગ્યા ન હતા. તેમને રાજપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ચીન સાથેની લડાઈમાં નિઝામે પોતાનું સોનું આપી દીધુ હતું. યોગીના ગોરખપુરના દવાખાનામાં દવાઓ અને ઓક્સિજનનો અભાવે છે.

(12:00 am IST)