Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સંસદની કેન્ટીનમાં ૧૫ ડિસે.થી ખાણીપીણી મોંઘી

નવી દિલ્હી તા. ૭ : સરકારે સંસદની કેન્ટીનોની ખાણીપીણી મોંઘી કરી નાખી છે. આગામી ૧૫મી ડિસેમ્બરથી શરૂ થતાં શિયાળુ સત્રમાં સંસદની કેન્ટીનમાં ખાણીપીણી પર સૌથી વધુ ખીસ્સા ખાલી કરવા પડશે. સરકારે સંસદની કેન્ટીનમાં ખાણીપીણી પર ૫% જીએસટી લગાવાનો નિર્ણય કર્યો છે.

રેલવે સ્ટેશનો પર કેબીનો પર વેચાતુ ખાવાનું પણ ૫% જીએસટી લાગવાથી મોંઘુ થઇ ગયું છે. રેલવે બોર્ડે નવો નિયમ ૧૫ નવેમ્બરથી લાગુ કરી દીધો છે. રેલવે બોર્ડ તરફથી ૧લી ડિસેમ્બરે જાહેર કરેલી નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટેશનો પર ખાણીપીણીની કેબિનો અને સંસદની દરેક કેન્ટીનમાં ખાણી-પીણી પર ૫ ટકાનો જીએસટી લગાવામાં આવ્યો છે.

અગાઉ રેલવેએ ૨૮ જૂને મેલ, એકસપ્રેસ, સુપરફાસ્ટ ટ્રેનો રાજધાની તેમજ શતાબ્દી એકસપ્રેસના ખાણીપીણી પર ૧૮% જીએસટી લગાવાનો આદેશ બહાર પાડયો હતો.

(3:42 pm IST)