Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ટ્વિટર પર સૌથી વધુ ચર્ચિત વૈશ્વિક નેતાઓમાં મોદી બીજા નંબરે

ટ્રમ્પ પ્રથમ - ૪.૪૧ કરોડ ફોલોઅર્સઃ મોદીના ૩.૭૫ કરોડ ફોલોઅર્સ

નવી દિલ્હી તા. ૭ : માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા જણાવાયું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ ટ્વિટેડ પર્સન ઓફ ધ યર ૨૦૧૭ સાબિત થયા છે. ટ્વિટર પર ટ્રમ્પ પછી નરેન્દ્ર મોદીની ટ્વીટ વધુ હોય છે અને લોકો વધુ પ્રમાણમાં તેમને ફોલો કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા પણ ટ્વિટર પર અગ્રકમરે છે.

ઓબામાનું ટ્વિટ 'નો વન ઈસ બર્ન હેટીંગ અનધર પર્સન બીકોઝ ઓફ ધ કલર ઓફ હીઝ સ્કીન ઓર હીઝ બેકગ્રાઉન્ડ ઓર હીઝ રિલિજિયન.' ટ્વિટર પર સૌથી વધુ રી-ટ્વીટ થયું હતું. ટ્વિટરના સર્વે મુજબ કાર્ટર વિલ્કરસનનું 'હેલ્પ મી. પ્લીઝ.. એ મેન નીડ્સ હીઝ હગ્ઝ'ટ્વીટ ૩.૬ મિલિયન ટાઇમ રી-ટ્વિટ થયું હતું. જે આ વર્ષના સર્વેમાં નોંધનીય છે.

ટ્વિટરના ૨૦૧૭ના સર્વેક્ષણ મુજબ ટ્રમ્પના ૪૪.૧ મિલિયન ફોલોઅર છે જયારે મોદીના ૩૭.૫ મિલિયન ફોલોઅર નોંધવામાં આવ્યા છે.

અન્ય ટોપટેન યાદીમાં વેનેઝુએલાના નિકોલસ મકરો, તુર્કીના તપ્પીય એર્ડોગન, ફ્રાંસના મેક્રોન, મેકિસકોના એન્રિક પેના, આજર્િેન્ટનાના મોરિસીય મેક્રિ, બ્રિટનના ટેરીસા મે, કોલમ્બિયાના જહોન મેન્યુઅલ અને ઇન્ડોનેશિયાના અકુન રેઝમીનો સમાવેશ થાય છે. ઓબામાના અન્ય બે ટ્વીટનો પણ આ વર્ષના ૧૦ મોસ્ટ પોપ્યુલર ટ્વીટમાં સમાવેશ થાય છે.

ટ્વિટરની ૧૦ મુખ્ય ન્યૂઝ આઉટલેટમાં ફોકસ ન્યૂઝ, ન્યુયોર્ક ટાઈમ્સ, એમએસએનબીસી, વોશિંગ્ટન પોસ્ટ, ધ હીલ, એનબીસી  ન્યૂઝ, એબીસી, પોલિટીકો અને એપીનો સમાવેશ થયો છે.

 

(11:47 am IST)