Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પટનાની મહિલા કોલેજમાં જીન્સ અને પટિયાલા પહેરવા પર પ્રતિબંધ

પટણા તા. ૭ : પટનાની મગધ મહિલા કોલેજના મેનેજમેન્ટે સ્ટુડન્ટ્સને જીન્સ અને પટિયાલા સુટ પહેરીને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકયો છે. આ નવો પ્રતિબંધ મુકયો છે. આ નવો પ્રતિબંધ ર૦૧૮ ના જાન્યુઆરી મહિનાથી લાગુ કરવામાં આવશે. કોલેજના નિયમ પ્રમાણે સ્ટુડન્ટ્સ કલાસરૂમમાં મોબાઇલ ફોન પણ રાખી શકતા નથી.

 કેમ્પસમાં મોબાઇલ ફોન વાપરતી સ્ટુડન્ટ્સ પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવે છે.

સ્ટુડન્ટ્સ ધરણા, વિરોધ પ્રદર્શન-દેખાવો કે હડતાળોમાં સામેલ થઇ ન શકે એવો નિયમ પણ કોલેજમાં છ.ે

કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે 'ડ્રેસ-કોડ સંબંધી નવા નિયમો સામાજિક સમાનતા રાખવા માટે લાગુ કરવામાં આવ્યા છ.ે મુસ્લિમ યુવતીઓ એવા કપડા પહેરતી ન હોવાથી તેમણે વિરોધ કર્યો નથી, પરંતુ હિન્દુ યુવતીઓ સ્વાભાવિક કે સહજ ન જણાય એવા ડ્રેસિસ પહેરે છે મોબાઇલ ફોન વાપરવા માટે કેમ્પસમાં મોબાઇલ ઝોન બનાવવામાં આવ્યા છ.ે ત્યાં સ્ટુડન્ટ્સ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકે છે. આ બધી મોડર્ન રીતભાત છ.ે લોકો જુની પધ્ધતિએ વિચારે છે. અમને ત્યાં સુધી પહોંચતા હજી પચાસ વર્ષ લાગશે.'(૬.૮)

 

(11:45 am IST)