Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ક્રિકેટના સટ્ટાબાજો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી:કરોડોના કાળાનાંણાનો ખુલાસો

આવકવેરા વિભાગે ક્રિકેટ સટ્ટા સાથે સંબંધિત ઘણા જૂથો પર દરોડા પાડીને હાહાકાર મચાવી દીધો

રાજસ્થાનમાં આવકવેરા વિભાગે ક્રિકેટના સટ્ટાબાજો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરીને તેમની કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિનો ખુલાસો કર્યો છે. IT વિભાગે બિકાનેર અને જોધપુરમાં આ કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે ક્રિકેટ સટ્ટા સાથે સંબંધિત ઘણા જૂથો પર દરોડા પાડીને હાહાકાર મચાવી દીધો છે.

આ કાર્યવાહીમાં મોટી માત્રામાં કાળું નાણું બહાર આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા પાંચ દિવસની કાર્યવાહીમાં, ક્રિકેટ સટ્ટાબાજીના જૂથો પાસેથી 100 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગે ક્રિકેટ સટ્ટાબાજીમાં સંડોવાયેલા લોકોની રૂ. 70 કરોડની અઘોષિત આવક સ્વીકારી છે. આ દરોડામાં આવકવેરા વિભાગને 15થી વધુ અઘોષિત લોકર મળી આવ્યા છે. તેમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે રોકડ અને ઝવેરાત બહાર આવવાની ધારણા છે. બિકાનેર, નોખા અને જોધપુરમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રૂ.1.25 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે.

 

(8:30 pm IST)