Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

બેંગ્લોર કોર્ટે કોંગ્રેસ અને ભારત જોડોના ટ્વિટર હેન્ડલ પર પ્રતિબંધ લગાવવાનો આપ્યો આદેશ

KGFના નિર્માતાઓએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો .

નવી દિલ્હી : કોપીરાઈટ ઉલ્લંઘન કેસમાં બેંગલુરુ કોર્ટે કોંગ્રેસ પાર્ટી, ભારત જોડોના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસને બેંગલુરુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કોંગ્રેસ અને તેની ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવા કહ્યું છે. વાસ્તવમાં કોંગ્રેસ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. KGFના નિર્માતાઓએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  આ કેસમાં મ્યુઝિક લેબલ એમઆરટીએ કોંગ્રેસ સિવાય રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેત અને જયરામ રમેશ સહિત પાર્ટીના ત્રણ નેતાઓ પર કેસ કર્યો હતો. બેંગ્લોરના યશવંતપુર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આઈપીસીની કલમ 403, 465, 120 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66 અને કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63નો પણ એફઆઈઆરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

 

(8:29 pm IST)