Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ચાવલા ગેંગરેપ કેસ : સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાનો ચુકાદો પલટાવ્‍યો

આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા : દિલ્‍હી હાઇકોર્ટે આપી હતી ફાંસીની સજા

નવી દિલ્‍હી તા. ૭ : વર્ષ ૨૦૧૨માં ચાવલા રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્‍યો છે. સુપ્રીમ કોર્ટે ત્રણ આરોપી રવિ, રાહુલ અને વિનોદને નિર્દોષ જાહેર કર્યા છે. ૨૦૧૨માં દિલ્‍હીના ચાવલા વિસ્‍તારમાં ૧૯ વર્ષની મહિલા પર બળાત્‍કાર કરીને તેની હત્‍યા કરવામાં આવી હતી.

વાસ્‍તવમાં, દિલ્‍હીની એક અદાલતે આ કેસમાં ૧૯ વર્ષની છોકરીને બળાત્‍કાર અને હત્‍યાનો દોષી ઠેરવ્‍યા બાદ ફાંસીની સજા સંભળાવી હતી. આ નિર્ણયને યોગ્‍ય ગણાવીને દિલ્‍હી હાઈકોર્ટે પણ ફાંસીની સજાને યથાવત રાખી છે. આ પછી દોષિતો તરફથી સજા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

આ મામલો ઉત્તરાખંડના પૌરીની ૧૯ વર્ષની છોકરીના અપહરણ અને બળાત્‍કાર સાથે સંબંધિત છે. બાળકી પર બળાત્‍કાર કર્યા બાદ આરોપીઓએ તેની આંખમાં એસિડ નાખ્‍યું હતું.

આ કેસમાં ફેબ્રુઆરી ૨૦૧૪માં દિલ્‍હીની એક કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી. આ પછી ત્રણેયએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.આ ઘટના ત્‍યારે બની જયારે યુવતી ૨૦૧૨માં તેની ઓફિસથી પરત ફરી રહી હતી. આ દરમિયાન ત્રણેય આરોપીઓએ તેનું અપહરણ કર્યું અને તેની સાથે સામૂહિક બળાત્‍કાર કર્યો. આ પછી ત્રણેયે અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી.

(3:57 pm IST)