Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

આર્થિક આધારે ૧૦ ટકા અનામતને સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવતા EWS ક્‍વોટા પર સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્ણય આપ્‍યો છે. કોર્ટે આ ૧૦ ટકા અનામતને માન્‍ય ગણાવી છે. ચીફ જસ્‍ટિસ યુયુ લલિત અને જસ્‍ટિસ દિનેશ મહેશ્વરીએ તેમનો નિર્ણય વાંચીને EWS આરક્ષણને સમર્થન આપ્‍યું હતું. તેમણે કહ્યું કે આ ક્‍વોટા બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને ભાવનાનું ઉલ્લંઘન કરતું નથી. મુખ્‍ય ન્‍યાયાધીશ અને ન્‍યાયમૂર્તિ મહેશ્વરી ઉપરાંત ન્‍યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદીએ EWS ક્‍વોટાની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્‍યો હતો. તેમના સિવાય જસ્‍ટિસ જેપી પારડીવાલાએ પણ ગરીબોને આપવામાં આવેલી ૧૦ ટકા અનામતને યોગ્‍ય ઠેરવી હતી.

(11:50 am IST)