Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ગોવાના કેન્‍ડોલિમમાં સિન્‍ક્‍વેરિમય બીચ પર મળે છે દારૂવાળી ચા

ચા અને ઓલ્‍ડ મોન્‍ક રમનું ગજબનું મિક્‍સચર વેચવામાં આવી રહ્યું છે

પણજી,તા.૭ : તમે મસાલા ચા પીધી હશે અને આઇસ ટીની પણ મજા માણી હશે, પણ તમે ક્‍યારેય દારૂવાળી ચા ટ્રાય કરી છે? વેલ, આ ચાને ‘ઓલ્‍ડ મોન્‍ક ટી' નામ આપવામાં આવ્‍યું છે. જોકે આ ચાનો સ્‍વાદ માણવા ગોવા જવું પડે. ગોવાના કેન્‍ડોલિમમાં સિન્‍ક્‍વેરિમય બીચ પર ચા અને ઓલ્‍ડ મોન્‍ક રમનું ગજબનું મિક્‍સચર વેચવામાં આવી રહ્યું છે, જેને બનાવતી વખતનો એક વિડિયો અત્‍યારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળ્‍યું હતું કે રસ્‍તાના કિનારે એક દુકાનદાર સૌપ્રથમ એક નાના વાસણને ગરમ કરીને ચીપિયાથી બહાર કાઢે છે, એ પછી બોટલમાંથી થોડો ઓલ્‍ડ મોન્‍ક રમ એમાં રેડે છે. ત્‍યાર બાદ એમાં ચા રેડે છે. એક વખત એ તૈયાર થઈ જાય એટલે તે એને કુલ્‍હડમાં ભરીને ગ્રાહકને આપે છે.

(10:38 am IST)