Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

૨.૩ લાખ કરોડની અઢળક સંપત્તિઃ ભૂટાન જેવા નાના નાના ૪૦ દેશોના GDP જેટલી છે તિરુપતિ મંદિરની સંપત્તિ

મંદિર પાસે ૧૦ ટનથી વધારે સોનું: બેન્‍કોમાં લગભગ ૧૬ હજાર કરોડ રૂપિયા જમા : તિરુપતિ વેંકટેશ્વર મંદિરનું મેનેજમેન્‍ટ કરનારા તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમાં પહેલી વાર કુલ સંપત્તિની જાહેરાત કરી છે

તિરુપતિ,તા.૭:  તિરુપતિ વેંકટેશ્વર મંદિરનું મેનેજમેન્‍ટ કરનારા તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમે પહેલી વાર કુલ સંપત્તિની જાહેરાત કરી છે. તિરુપતિ મંદિર પાસે ૨.૩ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

૧૯૩૩માં સ્‍થાપના બાદ પહેલી વાર તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમે સંપત્તિનું વિવરણ આપ્‍યું છે. ભગવાન વેંકટેશ્વર મંદિરની કુલ સંપત્તિ ૨.૩ લાખ કરોડ રૂપિયા છે.

તિરુપતિ મંદિરને ભારતના સૌથી અમીર મંદિરોમાંથી એક માનવામાં આવે છે. મંદિરની ૯૬૦ પ્રોપર્ટીઝ ૭૧૨૩ એકરમાં ફેલાયેલી છે.

તિરુપતિ મંદિર ટ્રસ્‍ટે કહ્યું કે, સરકારી બેંકોમાં તેમણે ૧૦.૩ ટન સોનું જમા કરાવી રાખ્‍યું છે. આજની તારીખમાં તેની વેલ્‍યૂ ૫૩૦૦ કરોડ રૂપિયાથી વધારે છે.

તિરુપતિ મંદિર પાસે ૨.૫ ટન ગોલ્‍ડ જવેલરી છે. તેમાંથી મોટા ભાગની જવેલરી એન્‍ટીંક અને અતિ કિંમતી છે.

તિરુપતિ મંદિર પાસે બેન્‍કોમાં લગભગ ૧૬ હજાર કરોડ રૂપિયા જમા છે. વર્લ્‍ડ બેન્‍કના ૨૦૨૧ના GDP આંકડા જોઈએ તો, તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ કેટલાય દેશોના જીડીપીથી વધારે છે. તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ ડોમિમિનકા, સેંટ કિટ્‍સ એન્‍ડ નેવિસ, સેશેલ્‍સ, એન્‍ટીગા એન્‍ડ બારબુડા, સેન્‍ટ લૂશિયા, ભૂટાન, ગ્રીનલેન્‍ડ, એંડોરા, જિબૂતી, ફિઝી, માલદીવ્‍સ, બારબડોસ, ગુયામ, મોનાકો, બરમૂડા, ગુયાના, તાજિકિસ્‍તાન, કોસોવા, મારીશસ, દક્ષિણી સુડાન, નામીબિયા, મોલજોવા, નિકારગુઆ, મંગોલિયા, મોઝામ્‍બિક, બોત્‍સવાના, માલટા, વેસ્‍ટ બેંક એન્‍ડ ગાઝા, માલી, અફઘાનિસ્‍તાન, હૈતી, આઈસલેન્‍ડ, ઝિમ્‍બાબ્‍વે, સાઈપ્રસ જેવા દેશોના જીડીપી કરતા વધારે છે.

તિરુપતિ મંદિરની આવક શ્રદ્ધાળુઓના દાનથી થાય છે. મોટા મોટા વેપારીઓ અને સંસ્‍થાઓ દર વર્ષે કરોડો અબજો રૂપિયામાં દાન ચડાવે છે.

(10:30 am IST)