Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

અમેરિકામાં 5 નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો : વર્જિનિયા સેનેટ બેઠક ઉપરથી સૌપ્રથમ મુસ્લિમ મહિલા તરીકે વિજેતા થવાનો વિક્રમ સુશ્રી ગજલા હાઝમીના નામે : વર્જીનિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં શ્રી સુભાષ સુબ્રમણ્યમે સ્થાન મેળવ્યું : સાન ફ્રાન્સિસ્કોમાં શ્રી મનો રાજુ અને નોર્થ કૈરોલિનાના શાર્લોટ સિટીમાં સુશ્રી ડિમ્પલ અજમેરા વિજેતા

 

વર્જિનિયા : અમેરિકામાં 5 નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય મૂળના 4  ઉમેદવારોએ વિજય મેળવી વતનનું નામ રોશન કર્યું છે.

આ 4 વિજેતા ઉમેદવારો પૈકી વર્જિનિયા સેનેટ બેઠક ઉપરથી  મુસ્લિમ મહિલા તરીકે વિજેતા થવાનો વિક્રમ સુશ્રી ગજલા હાઝમીના નામે નોંધાયો છે.તેઓ ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે વિજેતા થતા સુશ્રી હિલેરી ક્લિન્ટને તેમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.જયારે વર્જીનિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં શ્રી  સુભાષ સુબ્રમણ્યમે સ્થાન મેળવ્યું છે. તેઓ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયમાં  વ્હાઈટ હાઉસમાં ટેકનીક સલાહકાર સેવાઓ આપી ચૂકેલા છે.ઉપરાંત કેલિફોર્નિયા રાજ્યના સાન  ફ્રાન્સિસ્કોથી શ્રી મનો રાજુ અને નોર્થ કૈરોલિનાના શાર્લોટ સિટીથી સુશ્રી ડિમ્પલ અજમેરાએ સ્થાનિક ચૂંટણીમાં જીત હાંસિલ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)