Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

RBI ગવર્નર નાણામંત્રીથી ઉપર ના હોઇ શકે

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પુત્રી ગુરુશરનના પુસ્તકમાં કેટલીક સ્ફોટક બાબતોનો ખુલાસો કર્યા છે

નવી દિલ્હી, તા.૭: રિઝર્વ બેન્કના ગર્વનર અને કેન્દ્ર સરકાર વચ્ચે પરસ્પર આપલેના સંબંધો સામાન્ય રીતે ચાલતા હોય છે પરંતુ નાણાં મંત્રી જો કોઈ ચોક્કસ બાબત પર ભાર આપે છે તો તેમના મતનો અમલ કરવો પડે છે તેમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાની પુત્રીએ લખેલા પુસ્તકમ 'સ્ટ્રીકલી પર્સનલ'મનમોહન એન્ડ ગુરૂશરનમાં જણાવ્યું છે.

પોતાના આરબીઆઈના કાર્યકાળને યાદ કરીને પૂર્વ વડાપ્રધાને જણાવ્યું છે કે, હંમેશા બન્ને વચ્ચે પરસ્પર આદાન-પ્રદાન ચાલતું રહે છે. મારે સરકારને વિશ્વાસમાં લેવી પડતી હતી. આરબીઆઈના ગર્વનર કયારેય નાણાં મંત્રીથી ઉપર ના હોઈ શકે. જયારે નાણાં મંત્રી કોઈ વાત પર ભાર આપે છે, તો મને નથી લાગતું કે ગર્વનરે તેનો ઇન્કાર કરવો જોઈએ. જો ગર્વનરને પોતાની નોકરીથી છોડવા ઈચ્છતા હોય તો તે પોતાનું ધાર્યું કરી શકે છે.

પ્રવર્તમાન સમયમાં મોદી સરકાર અને આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલ વચ્ચે સંબંધો વણસ્યા છે ત્યારે મનમોહન સિંહની આ ટિપ્પણી સાર્થક હોય તેમ લાગે છે. મધ્યસ્થ બેન્કની સ્વાયત્ત્।ાના મુદ્દે હાલ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. સિંહના મતે જુદા જુદા દૃષ્ટિકોણ મેળવ્યા બાદ ગર્વનરે કેન્દ્રનું માર્ગદર્શન લેવું જોઈએ અને ત્યારબાદ તે મુજબ અમલ કરવો જોઈએ. સિંહનું આ પુસ્તક સૌપ્રથમ ૨૦૦૪માં પ્રસિદ્ઘ થયું હતું. આ પુસ્તકમાં તેમનો આરબીઆઈના ગર્વનર તરીકેનો કાર્યકાળ સહિતના વિવિધ મુદ્દાઓ પર વાત રજૂ કરવામાં આવી છે. ગર્વનર પદે રહેવા છતા ૧૯૮૩જ્રાક્નત્ન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે મતભેદો સાથે તેમણે કેવી રીતે ડીલ કર્યું તે વાતનો ઉલ્લએખ કર્યો છે. તે સમયે આરબીઆઈને બેન્ક લાયસન્સ આપવાની સત્ત્।ા છીનવી લેવાના કેન્દ્રના નિર્ણયનો તેમણે વિરોધ કર્યો હતો. આમ કરવાથી મધ્યસ્થ બેન્કની સ્વાયત્ત્।ા ખત્મ થશે તેવો ઉલ્લેખ સિંહે તે સમયે કર્યો હતો.

સિંહે વધુમાં આ પુસ્તકમાં તત્કાલિન નાણાં મંત્રી પ્રણવ મુખરજી સાથે પણ લંડન સ્થિત કપારો ગ્રૂપ દ્વારા એસ્કોર્ટ્સના શેર ખરીદવાના મામલે પણ તણાવ સર્જાયો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કપારો ગ્રૂપમાં બિઝનેસ જાયન્ટ સ્વરાજ પોલ અને તેમના પરિવારનો મહત્ત્।મ હિસ્સો હતો. તે સમયે યુએક સ્થિત બિઝનેસ જૂથે આરબીઆઈની મંજૂરી પૂર્વે શેર ખરીદવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આરબીઆઈએ સરકારને કપારો ગ્રૂપની અરજી ફગાવવા અનુરોધ કર્યો હતો. જો કે તે વખતે કેન્દ્રે આરબીઆઈને મંજૂરી આપવા જણાવ્યું હતું અને બાદમાં આરબીઆઈએ સરકારના આદેશનો અમલ કર્યો હોવાનું સિંહે જણાવ્યું હતું.

(3:15 pm IST)