Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

નરેન્દ્રભાઈએ કેદારનાથના દર્શન કરી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

 પીએમ નરેન્દ્રભાઈ મોદી ઉત્તરાખંડમાં આવેલ ભારત-ચીન સરહદ નજીક આવેલ હર્ષિલ પહોંચ્યા હતા. ૧૧ હજાર ફૂટની ઉંચાઇ પર આવેલ આર્મી કેમ્પમાં સેના પ્રમુખ સાથે આઇટીબીપીના ડીજી સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. મહાર રેજિમેન્ટના જવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવાળીના અવસર પર તેમને પહેલા મીઠાઇ ખવડાવી તેમજ તેમના સાથે ફોટો પડાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. પીએમ મોદી કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને પુનર્નિમાણ તેમજ વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. અહીં ૨૦૧૩માં વિનાશકારી પૂર આવ્યું હતું. વડા પ્રધાન છેલ્લે ઓકટોબર ૨૦૧૭માં કેદારનાથ ગયા હતા. તેમની યાત્રા મંદિરના કપાટ ઠંડીમાં બંધ થવાના થોડા સમય પહેલા થઈ હતી.

વડા પ્રધાન ત્રીજી વખત કેદારનાથ યાત્રા પર પહોંચ્યા હતા. પીએમ મોદીની મુલાકાતને લઇને તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન મોદીએ સિયાચીનના જવાનો સાથે દિવાળી ઊજવી હતી.

૨૦૧૫માં દિવાળી પર તેઓ પંજાબ બોર્ડરે ગયા હતા. તેમની આ યાત્રા સંયોગવશ ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી જંગના ૫૦ વર્ષ થવા પર થઈ હતી. તેના પહેલાના વર્ષે વડા પ્રધાન હિમાચલ પ્રદેશ ગયા હતા. જયાં તેમને એક ચોકી પર ભારતીય તિબેટ સીમા બોર્ડર પોલીસના કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો હતો. મોદીએ ગયા વર્ષે વડા પ્રધાન તરીકે પોતાની ચોથી દિવાળી જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે મનાવી હતી.(૩૦.૬)

(3:15 pm IST)