Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

યુ.એસ.માં ઊમિયા માતાજીનો શરદોત્સવ ઉજવાયોઃ શ્રી ઊમિયા ધામ શિકાગો મિડ વેસ્ટના ઉપક્રમે ૨૭ ઓકટો.ના રોજ કરાયેલી ઉજવણીમાં ૪ હજાર જેટલા લોકો ઉમટી પડ્યાઃ એક તાલી, બે તાલી, ત્રણ તાલી સહિત રાસ ગરબા સાથે માતાજીના ગુણગાન ગાયા

શિકાગોઃ યુ.એસ.માં શ્રી ઊમિયાધામ શિકાગો મિડવેસ્ટના ઉપક્રમે શ્રી ઊમિયા માતાજીનો સૌપ્રથમ શરદોત્સવ ઉજવાયો.

૨૬ ઓકટો.૨૦૧૮ શુક્રવાર શરદ પૂર્ણિમાના દિવસે ઓડીઅમ એક્ષ્પો સેન્ટર, વિલ્લા પાર્ક ઇલિનોઇસ મુકામે કરાયેલી ઉજવણીમાં ૪ હજાર લોકો જોડાયા હતા માતાજીની પાલખીને સુશોભિત શણગાર સાથે સ્ટેજ ઉપર બિરાજમાન કરવામાં આવી હતી.

દીપ પ્રાગટય બાદ રાસ ગરબાના આયોજન અંતર્ગત એક તાલી, બે તાલી, ત્રણ તાલી, ભાઇ ભાઇ, સનેડો સહિત સહુ ગરબાના તાલે ધુમ્યા હતા આ પ્રસંગે વિવિધ બુથ, લકી ડ્રો સહિતના આયોજનો કરાયા હતા. રાસ લેવા માટે દાંડીયા ભારતથી મંગાવાયા હતા. સમાજના અનેક અગ્રણીઓએ કાર્યક્રમને સ્પોન્સર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેવું શ્રી સુરેશ બોડીવાલા તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:34 pm IST)